BCCI/NCA માન્ય કોચ બનશે મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાની
સૌરાષ્ટ્ર યુનિ. બીએસસી સેમ-૪ ના રિઝલ્ટમાં મોરબી નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થીની જિલ્લા પ્રથમ
SHARE









સૌરાષ્ટ્ર યુનિ. બીએસસી સેમ-૪ ના રિઝલ્ટમાં મોરબી નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થીની જિલ્લા પ્રથમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ બીએસસી સેમ-૪ ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે.સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં નવયુગની વિદ્યાર્થિનીઓએ સ્થાન જાળવી રાખ્યું છે. મોરબી જિલ્લા પ્રથમ આદ્રોજા માનસી ૯૨.૧૮ ટકા, તૃતીય પંડ્યા પ્રેક્ષા ૯૦ ટકા, ચતુર્થ વડાવિયા રાધિકાએ ૮૯.૪૫ ટકા મેળવી કોલેજની યશોગાથાને આગળ ધપાવી છે.સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.
