વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાની જુદીજુદી સરકારી શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ યોજાયા


SHARE

















મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાની જુદીજુદી સરકારી શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ યોજાયા

ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ભવ્ય રીતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો અને ધો.૧ માં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન કરવામાં આવ્યું છે અને કુલ મળીને સરકારી પ્રાથમિક શાળાઓમાં ૮૭૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તકે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજર આપી હતી ટંકારા તાલુકામાં રાજ્ય કક્ષાએથી સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં વર્ગ-૧ અધિકારી કુ.નયનાબેન ચીતરિયાએ હાજરી આપી બાળકોને પ્રવેશ આપ્યો હતો. આ ઉપરાંત ટંકારા તાલુકાના નવ નિયુક્ત મામલતદાર સખીયા, ટીડીઓ હર્ષવર્ધનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને કમળાબેન અશોકભાઈ ચાવડા, કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરિયા તેમજ અન્ય પદાધિકારીઓએ હાજરી આપી હતી.  અને સમગ્ર ટંકારા તાલુકાના પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળતાપૂર્વક યોજવા બદલ ટીપીઓ શર્મિલાબેન હુમલ તેમજ બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર અને સી.આર.સી. મિત્રોને કુ.નયનાબેન ચિતરિયાએ અભિનંદન પાઠવ્યા હતા

માધાપરવાડી શાળા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ માધાપરવાડી શાળામાં યોજાયો હતો અને ૯૦ બાળકોને આગેવાનો અને અધિકારીની હાજરીમાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે ભુરજીભાઈ પરમાર અને સરપંચ ડૉ.ગણેશભાઈ નકુમ તરફથી શૈક્ષણિક કીટ બાળકોને આપવામાં આવી હતી અને ત્રણ કિલોમીટર દૂરથી આવતી ૯૬ વિદ્યાર્થીનીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લિલી ઝંડી આપવામાં આવી હતી તેમજ બંને શાળા માટે મધ્યાહ્નન ભોજન શેડ બનાવવામાં આર્થિક યોગદાન આપનાર ૪૦ જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જ્યંતીભાઈ પડસુંબિયા, પરેશભાઈ દલસાણીયા, જી.એચ.રૂપાપરા, પ્રવીણભાઈ ભોરણીયા, મહાવીરસિંહ ઝાલા, ધનજીભાઈ દંતાલિયા, પરેશભાઈ રૂપાલા, બચુભાઈ અમૃતિયા, વગેરે હાજર રહ્યાં હતા અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

સોખડા પ્રા.શાળા

મોરબીના સોખડા ગામે પ્રાથમિક શાળામાં તથા કિશનગઢ ગામની શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ૨૩ બાળકોએ વાલી અને અધિકારીની હાજરીમાં શાળામાં રંગે ચંગે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં આબાલવૃદ્ધ બધા લોકોએ હરખભેર હાજરી આપી હતી

રાતીદેવળી શાળા

વાંકાનેરની રાતીદેવળી શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી શૈક્ષણિક કીટ તેમજ ઇનામ આપવામાં આવ્યા હતા આ તકે પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન, ડીપીઓ બી.એમ.સોલંકી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોંનગ્રા, ટીપીઈઓ દિનેશભાઈ ગરચર અને અશોકભાઈ સતાસીયા, મયુરસિંહ પરમાર, રાજકીય અગ્રણી મહાવીરસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાયલબેન ભટ્ટે કર્યું હતું. અને શાળાના આચાર્ય રજીયાબેન તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી

સુલતાનપુર પ્રાથમિક શાળા

માળીયા તાલુકાનાં સુલતાનપુર ગામે થમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાનો તરીકે ડી.વી ગઢવી, હસુભાઈ કૈલા, હિતેશભાઈ દશાડીયા અને મણીભાઈ સરવડા હાજર રહ્યા હતા ત્યારે શાળામા વીસ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યો હતો અને ત્યારબાદ સમૂહ રાષ્ટ્રગીત ગવાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા જહમત ઉઠાવવામાં આવી હતી




Latest News