વાંકાનેરની ગરાસીયા બોર્ડિંગ ખાતે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્રારા કાલે વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે હાસ્યાસ્પદ અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણાં
SHARE









મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્રારા કાલે વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે હાસ્યાસ્પદ અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ના આદેશ અનુસાર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી ,બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે સરકારે વિચાર્યા વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે , તેના વિરોધમાં 27 જુન, સોમવારે, સવારે ૧૦:૩૦ વાગે, મોરબી કલેકટર કચેરી સામે શાંતિપૂર્વક અને અહિંસક ધરણાંનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ માં જિલ્લા, તાલુકા-શહેર કૉંગ્રેસના હોદેદારઓ , ચૂંટાયેલ સદસ્ય-ઉમેદવારો તમામ સેલ-ફ્રન્ટલના હોદેદારો, આગેવાનો, કાર્યકર ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામા ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયેલ છે.
તારીખ:-27/06/2022 ને સોમવારે સવારે 10.30 કલાકે કલેકટર કચેરી સામે,મોરબી-૨ ખાતે હાજરી આપવા મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલે જણાવેલ છે.
