મોરબીના અમરનગર પાસે એસટીની બસ સાથે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો
મોરબીના અમરનગર પાસે એસટીની બસ સાથે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો
SHARE









મોરબીના અમરનગર પાસે એસટીની બસ સાથે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામ પાસે ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવતા પાછળ આવી રહેલ એસટીની બસ તેમાં અથડાઈ હતી જેથી કરીને એસટી બસના ડ્રાઇવર, કંડકટર અને એક મુસાફરને ઈજા થઈ હતી જેથી ભોગ બનેલા ડ્રાઇવર દ્વારા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નાની વાવડી ગામે મારુતિ નગરમાં રહેતા અને એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરતા દિલીપભાઈ ભગવાનજીભાઈ મકવાણા જાતે આહીર (૪૧) એ ટ્રક નંબર જીજે ૧૨ વાય ૮૫૯૪ ના ડ્રાઈવર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે બે દિવસ પહેલા મોરબી માળીયા હાઈવે ઉપર અમરનગર પાસે સર્વોદય હોટલ નજીક તેઓ પોતાના હવાલા વાડી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૧૧૩૨ લઈને જતા હતા ત્યારે આગળના ભાગમાં જતા ટ્રકના ચાલકે અચાનક બ્રેક લગાવી હતી જેથી કરીને ફરિયાદીની એસટી બસ પાછળ આવતી હોય તેને બ્રેક લગાવવા છતાં પણ એસ.ટી.બસ ટ્રકની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી ફરિયાદીને જમણા પગના ગોઠણમાં, કંડકટર ઋત્વિકભાઈ અંબારામભાઈને ડાબા હાથમાં ફ્રેકચર તેમજ કમલેશભાઈને ખભામાં ઇજા થઇ હતી અને ટ્રક ચાલક પોતાનો ટ્રક રેઢો મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં એસટીના ડ્રાઇવરની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
