મોરબીના અમરનગર પાસે એસટીની બસ સાથે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો
મોરબીના જૂના બસ સ્ટેન્ડ-ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ઠઠ્ઠા મશ્કરી કરીને લોકોને ખલેલ પહોચડનાર બે શખ્સની અટકાયત
SHARE









મોરબીના જૂના બસ સ્ટેન્ડ-ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ઠઠ્ઠા મશ્કરી કરીને લોકોને ખલેલ પહોચડનાર બે શખ્સની અટકાયત
મોરબીના જૂના બસ સ્ટેન્ડની અંદર અને વીસીપરામા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે અસભ્ય શબ્દોનો ઉપયોગ કરીને અશોભનીય વર્તન કરનારા બે શખ્સોની સામે મોરબીના જુદાજુદા બે પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધીને પોલીસે તે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરના જુદાજુદા વિસ્તારોની અંદર લોકોની ખલેલ પહોંચાડતા શખ્સોની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના જૂના બસ સ્ટેન્ડની અંદર એક શખ્સ દ્વારા અસભ્ય વર્તન કરીને તેમજ અપશબ્દો બોલીને જાહેર જનતાને ખલેલ પહોંચાડવામાં આવી રહી હતી જેથી ભરતભાઇ કાનજીભાઇ રાઠોડ જાતે વાણંદ (ઉંમર ૩૩) રહે. નહેરનો કાંઠો બેરાજા-૨ તાલુકો ખંભાળિયા વાળાની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આવી જ રીતે મોરબીના વિસિપરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલ પાસે જાહેરમાં અપશબ્દો બોલીને અશોભનીયા ઠઠ્ઠા મશ્કરી કરનાર ગૌતમભાઈ કાંતિભાઈ સોલંકી (ઉમર ૧૯) રહે. સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસે ગુજરાત ઘંટીથી આગળના ભાગમાં વાળાની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
