મોરબીમાં યુવાનને માર મારવાના ગુનામાં પકડાયેલ મહિલા બુટલેગર જેલ હવાલે
મોરબીના જેતપર રોડે કારખાનામાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ
SHARE









મોરબીના જેતપર રોડે કારખાનામાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ગ્રામ્ય વિસ્તારની બાજુમાં સિરામિક કારખાનામાં મજૂરી કામ કરવા માટે આવેલા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વકક્ષાનું સિરામિક ઉદ્યોગકારો છે જેથી કરીને ત્યાં રોજગારી મેળવવા માટે બીજા જિલ્લા અને તાલુકાઓમાંથી લોકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે દરમિયાન આવી જ રીતે હળવદ તાલુકાના ગામડામાંથી એક પરિવાર મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો અને આ પરિવારની સગીર વયની દીકરીનું મૂળ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામમાં રહેતા અને હાલમાં જાંબુડિયા ગામે રહેતા જીતેશ માલાભાઈ પાસલ નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા માટે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ધર્મેન્દ્રભાઈ ઝાપડા રહે. લખધીરપૂર વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ફિનાઇલ પી ગઈ
મોરબીની નાની બજારમાં આવેલ ખત્રીવાડમાં રહેતા સીમાબેન યાસીનભાઈ શેખ (૩૬)એ કોઈ કારણોસર પોતાના ઘરે પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
હળવદના શક્તિનગરમાં રહેતો જયસુખ અરવિંદભાઈ નાયક (ઉંમર ૧૦) નામનો બાળક બાઈકમાં બેસીને જતો હતો ત્યારે બાઇકમાંથી કોઈ કારણોસર તે અકસ્માતે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઇ હોવાથી પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના નવી ટિંબડી ગામે રહેતા મહેશભાઈ કરશનભાઇ ચાવડા (૨૩) અને મીનાબેન મહેશભાઈ ચાવડા (૨૧)અને મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવોની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
