મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને માર મારવાના ગુનામાં પકડાયેલ મહિલા બુટલેગર જેલ હવાલે


SHARE

















મોરબીમાં યુવાનને માર મારવાના ગુનામાં પકડાયેલ મહિલા બુટલેગર જેલ હવાલે

માળીયા-વનાળીયા સોસાયટીમા રહેતા કાકાને જાતી પ્રત્યે અપમાનીત કરનાર સામે ફરિયાદ નોંધાવવા માટે જતાં ભત્રીજાને રસ્તામાં રોકીને ત્રણ શખ્સો દ્વારા તેના ધોકા અને છરી વડે માર મરવામાં આવ્યો હતો જેથી યુવાને મહિલા બુટલેગર સહિત ચારની સામે ગાળો આપીને માર મારવાની તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યા હોવાથી એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા બુટલેગરને પકડીને જેલ હવાલે કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે

મૂળ માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે રહેતા અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા પંકજભાઇ પાલાભાઇ રાઠોડ જાતે અનુ. જાતી બારોટ (૨૦)એ સોનલબેન અબ્બાસભાઈ કટીયા રહે માળીયા-વનળીયા સોસાયટી, સોનલબેનનો ભાઈ ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, સોનલબેનનો બનેવી ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીરની સામે ફરિયાદ નોંધાવી હતી કે, માળીયા-વનાળીયા સોસાયટીમા સોનલબેનના ઘરની સામે ફરીયાદીના કાકા ઉમેશભાઈ ઘરની સામે રહે છે અને તા.૨૫/૬ સાડા આઠ વાગ્યાના અરસામા ફરીયાદી તથા તેના કાકા અને હકીભાઈ સોનલબેનના ઘર પાસેથી નીકળતા તેને નહી ગમતા તેઓને ગાળો આપી હતી અને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને સાહિલ ઉર્ફે હકિને પીઠના ભાગે લાકડાના ધોકાનો ઘા મારીને, ફરીયાદી ફરીયાદ કરવા જતા હોય તે વખતે આરોપી ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીરએ ફરીયાદીબ બાઇકને રસ્તામા ઉભુ રખાવ્યું હતું અને ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવરએ ફરિયાદીને ડાબા હાથે છરીનો ઘા મારી તેમજ આરોપી ફીરોજભાઈએ પગ પકડી નીચે પાડી દીધો હતો અને સમીરએ તેને લાકડાના ધોકાનો એક એક ઘા જમણા પગે માર્યો હતો અને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા (૪૩) રહે. માળીયા-વનળીયા સોસાયટી વાલીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

યુવાનનું મોત

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર ઇડન હિલ્સ ખાતે રહેતા રવિ દિલીપભાઈ ઓઝા નામનો ૩૬ વર્ષીય યુવાન તેના ઘેર બેભાન થઇ જતા બેભાન હાલતમાં દવાખાને ખસેડાયો હતો.જયાં તેને મૃત જાહેર કરાયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત નીપજ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.હાલ સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરતા એચ.એમ ચાવડાએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મજુર સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે ઇટાકોન સિરામિક નજીકના યુકોન સીરામીકમાં ગતરાત્રિના નવેક વાગ્યાના અરસામાં સીડી ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે ઇજાઓ થવાથી શંકર જીતુભાઈ મારાંડી નામના ૨૫ વર્ષીય પરપ્રાંતિય મજુર યુવાનને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.

વૃદ્ધા સારવારમાં

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન હિંમતપુરી ગોસ્વામી નામના વૃદ્ધા વાંકાનેરના વાંઢા લીમડા વિસ્તાર પાસેથી જતા હતા ત્યારે તેઓને કોઇ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા પુષ્પાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડીયાવાસ વિસ્તારમાં રહેતા અમિત કાનજીભાઈ ચૌહાણ નામના ૨૭ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News