ટંકારા હડમતીયા વચ્ચે કાર અને ટ્રક અથડામણમાં ઘવાયેલ યુવાન સારવારમાં
SHARE









ટંકારા હડમતીયા વચ્ચે કાર અને ટ્રક અથડામણમાં ઘવાયેલ યુવાન સારવારમાં
મોરબીના ટંકારા તાલુકામાં આવતા હડમતિયા રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર-ટ્રક અકસ્માતમાં ઘવાયેલા યુવાનને મોરબી ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ ટંકારા હડમતીયા વચ્ચે સર્જાયેલ કાર અને ટ્રક અકસ્માતનો બનાવ આર્ય વિદ્યાલય નજીક બન્યો હતો જ્યાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં હીરાભાઈ ગોપાલભાઈ જારીયા (ઉમર ૪૫) રહે.મોમાઇમોરા ભુજ(કચ્છ) વાળને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પી જતાં સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ સનાળા નજીકના આનંદનગર વિસ્તારમાં રહેતી ચાંદનીબેન સાગરભાઇ દેલવાડીયા નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા મનિષાબેન સતિષભાઈ કુમાર નામની ૧૯ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર સીંદુર પી લેતા તેણીને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.
વૃદ્ધ સારવારમાં
હળવદ તાલુકામાં આવેલ ટીકરના રણ ખાતે રહેતા ઘનશ્યામભાઈ અમરસીભાઈ કુરીયા નામના ૯૩ વર્ષીય વૃધ્ધ ટંકારાના લજાઈ અને વિરપર વચ્ચે ગાડીમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ ટંકારા તાલુકાના નેસડા ગામના ભુદરભાઈ પરષોત્તમભાઇ ભીમાણી નામના ૫૯ વર્ષીય આધેડ ગામ પાસેથી બાઈક લઈને જતા હતા દરમિયાનમાં તેઓ બાઇકમાંથી પડી જતાં ઇજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લવાયા હતા.
