હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની નર્મદાની ત્રણેય કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા બદલ મુખ્યંત્રીનો આભાર: બ્રિજેશભાઈ મેરજા


SHARE

















મોરબી જિલ્લાની નર્મદાની ત્રણેય કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા બદલ મુખ્યંત્રીનો આભાર: બ્રિજેશભાઈ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી માળીયા અને ધ્રાગંધ્રા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગણીને ધ્યાને લઈ અવાર - નવાર રજૂઆતો કરી હતી.જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી, માળીયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા હુકમ કર્યો છે.

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેર, મેનેજિંગ ડિરેક્ટર, ચેરમેન, જળ સંપત્તિ મંત્રી, નર્મદા રાજ્યમંત્રી તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના નીરને આ ત્રણેય બ્રાન્ચ કેનાલમાં  છોડવા હુકમ કર્યો છે. જે અંતર્ગત માળીયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦ ક્યુસેક પાણી, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ ક્યુસેક પાણી તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

અષાઢી બીજનો વરસાદ હજી મન મૂકીને વરસ્યો નથી તે પહેલા જ ખેડૂતોને  આવડો મોટા ઉપહારનો વરસાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સરકાર પાસેથી અપાવ્યો  છે. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખેડુતોની આ લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નર્મદા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, જળ સંપત્તિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વગેરે સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી જેથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે.

આ કાર્ય સફળ બનાવવા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, સહકારી અગણી મગનભાઈ વડાવિયા, પૂર્વમંત્રી જયંતિભાઈ કાવડિયા, દુર્લભજીભાઈ  દેથરિયાએ પણ જહેમત ઉઠાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો છે.




Latest News