મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા
SHARE









મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા
મોરબી જીલ્લામાં આવેલા નર્મદની ત્રણેય કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોએ કરેલ વાવણી બચી શકે તેમ હતી જેથી કરીને માજી ધારાસભ્ય દ્વારા આ મુદે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે હાલમાં આ ત્રણેય કેનાલમાં પાણી છોડતા માજી ધારાસભ્યએ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે
મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોના હામી, ખેડૂતો માટે છેક માર્કેટીંગ યાર્ડની જમીનથી શરૂ કરી, નવા ડેમ, તળાવો ઊંડા ઉતારવા, બોરી બંધ બનાવવા કે કેનાલ દ્વારા છેલ્લા ખેતર સુધી પાણી પહોંચાડવા સતત અવિરત કાર્યરત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોની વાવણી નિષ્ફળ ન જાયએ માટે સરકાર, સંગઠન અને અધિકારી સ્તર પર રજુઆત કરી હતી અને વર્ષોના અનુભવનો નિચોડ લઈને આ વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી લઈ આવવાના ભગીરથ પ્રયત્નો સફળ રહ્યા છે અને તેમણે એવો આશાવાદ પણ પ્રગટ કર્યો છે કે વરસાદ પણ આવશે અને ખેડૂતોની વાવણી નિષ્ફળ નહીં જાય. કેનાલોમાં પાણી છોડવા બદલ કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાત સરકારનો, સંગઠનનો, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાનો, પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા અને આ અભિયાનમાં જેઓએ નાનો સરખો પણ પ્રયત્ન કર્યો હોયએ તમામ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરેલ છે.
