ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વિસ્ફોટક કે ભયજનક અવાજ વાળા વધુ ૨૭ બુલેટ ડિટેઇન


SHARE

















મોરબીમાં વિસ્ફોટક કે ભયજનક અવાજ વાળા વધુ ૨૭ બુલેટ ડિટેઇન

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં બુલેટના સાઇલેન્સરમાં મોડીફીકેશન કરીને અવાજનું પ્રદુષણ ફેલાય તે રીતના સાઇલેન્સર બનાવીને વાહન ચાલકો વાહન ફેરવતા હોય છે જેથી કરીને તેવા વાહન ચાલકોની સામે પોલીસ દ્વારા હવે લાલા આંખ કરવામાં આવી છે અને આવા વાહન ચાલકોના વાહનોને ડીટેઇન કરવામાં આવી રહ્યા છે અને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી અંદાજે ૨૭ જેટલા બુલેટને પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા છે

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર બુલેટના શોખીનોની સંખ્યા વધી રહી છે તેની સાથો સાથ બુલેટના સાઇલેન્સરમાં મોડીફીકેશન કરીને તેમાંથી વિસ્ફોટક અવાજ કે ભયજનક અવાજ નીકળતા હોય અને અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય તેવું ઘણી જગ્યાએ સામે આવી રહ્યું છે અને ઘણી લોકોની ફરિયાદ પણ આ બાબતે પોલીસને મળતી હોય પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મોરબીના સનાળા રોડ, રવાપર રોડ સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે ત્યાંથી પસાર થતા બુલેટને રોકીને તેના સાઇલેન્સરમાં મોડીફિકેશન કરવામાં આવેલું છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવે છે અને જો કોઈએ વિસ્ફોટક અવાજ કે ભયજનક અવાજ માટે મોડીફિકેશન કર્યું હોય તેવું ધ્યાન ઉપર આવે તો તે વાહનોને ડિટેલ કરવામાં આવે છે 

આરોપી પકડાયો

મોરબી જિલ્લાના વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેને પકડવાનો બાકી હતો જેથી કરીને રાજસ્થાનના ઉદયપુરમાં ચોરાઈફળીમાંથી ગોવિંદ પુનાજી મીણાની પાસા હેઠળ ધરપકડ કરીને મોરબી એલસીબી દ્વારા આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે 




Latest News