ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ડીપીઈઓ-ડીઇઓના ચાર્જને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ


SHARE

















મોરબીના ડીપીઈઓ-ડીઇઓના ચાર્જને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

મોરબીમાં છેલ્લા બે વર્ષથી બી.એમ.સોલંકી ડીઇઓ અને ડીપીઈઓ તરીકેની બંને જવાબદારીઓ સંભાળતા હતા એમની સંયુક્ત નિયામક તરીકે બઢતી સાથે બદલી થતા મોરબીમાં બંને જગ્યાઓ ખાલી થઈ હતી તે બંને જગ્યા ઉપર હાલમાં અધિકારીઓને ચાર્જ આપવામાં આવેલ છે

જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ ભરતભાઈ વિડજાને અપાયો છે જેઓ કલાસ-૨ અધિકારી છે અને તેમણે પ્રાથમિક શાળામાં એચ.ટાટ. મુખ્ય શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી કલાસ-૨ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વી.સી. હાઈસ્કુલના પ્રિન્સીપાલ તરીકે ખુબ જ સારી કામગીરી બજાવી હતી અને વી.સી.હાઈસ્કૂલમાં પ્રાણ પૂર્યા હતા ત્યારબાદ હાલ તેઓ નાનીબરાર ખાતે મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે પણ યશસ્વી કામગીરી કરી રહયા હતા.હવે તેઓને મોરબીના ડીપીઈઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે

તો નિલેશભાઈ રાણીપા જેમને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપયો છે. તેઓએ ક્ચ્છમાં માધ્યમિક વિભાગમાં સુંદર કામગીરી કરી ક્લાસ-૨ ની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને તેઓએ ડી.ઇ.ઓ. કચેરી મોરબી ખાતે એજ્યુકેશન ઇન્સપેક્ટર તરીકે ઉમદા કાર્ય કર્યું હતું ત્યારબાદ હાલ તેઓ મોડેલ સ્કૂલ વાંકાનેર ખાતે પ્રિંન્સિપાલ તરીકેની મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે એમને હવે વિભાગ દ્વારા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી તરીકેની ચાર્જ સોંપવામાં આવેલ હોય આ બંને અધિકારીની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા આવકારમાં આવી છે.




Latest News