મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે સંજયભાઈ ભટાસણાની વરણી
હવે કરો ચિંતન: મોરબી પાલિકામાં ભાજપના શાસનમાં વર્તમાન સહિત છેલ્લા ત્રણ પ્રમુખ ઉપર કાળી ટીલી !
SHARE









હવે કરો ચિંતન: મોરબી પાલિકામાં ભાજપના શાસનમાં વર્તમાન સહિત છેલ્લા ત્રણ પ્રમુખ ઉપર કાળી ટીલી !
મોરબીમાં લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને લોકો પણ પ્રમાણિક રીતે પાલિકામાં ટેક્સ ભારે છે જો કે, પાલિકામાં ભ્રષ્ટાચાર પહેલા થતો હતો, થાય છે અને આગામી દિવસોમા પણ થવાનો જ છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, મોરબી પાલિકાના પ્રમુખ પદને શોભાવવા માટે ભાજપ દ્વારા જે છેલ્લા ત્રણ પ્રમુખને મૂકવામાં આવેલ છે તેના ઉપર કાળી ટીલી લાગી છે જેથી કરીને મોરબી જીલ્લામાં ભાજપની નેતાગીરીને કયાંકને કયાંક મનોમંથન કરવાની જરૂર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
મોરબી પાલિકાના પટાંગણમાં પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચાઓ થઈ રહી હતી તેનો વિડીયો થોડા દિવસો પહેલા વાઇરલ થયો હતો જેમાં લાલો પૈસા લઈ ગયો છે તેવી વાત પાલિકા પ્રમુખના પતિ કરી રહ્યા છે ત્યારે આ મુદો મોરબી જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બનેલ છે અને ન મંત્ર પાલિકા એક જ પરંતુ અન્ય સંસ્થાઓમાં પણ ટકાવારીના ખેલ કરવામાં આવતા હોવાની માહિતીઓ ધીમેધીમે સામે આવવા લાગી છે જો કે, પહેલો ઘા કયો રાણો મારશે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે
મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૫ માં પાટીદાર આંદોલન ચાલુ હતું ત્યારે પાલિકામાં ભાજપ સત્તા ઉપર હતો અને પ્રમુખ પદે લલિતભાઈ કામરિયા હતા અને આંદોલનની અસરના લીધે જે તે સમયે પાલિકા ભાજપે ગુમાવી હતી જો કે, તે પહેલા જયારે ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ લલિતભાઈ કામરિયા હતા ત્યારે પાલિકામાંથી મૃત વ્યક્તિઓને પાલિકાના કર્મચારી તરીકે હાજરીમાં દર્શાવીને પગાર ચૂકવવામાં આવ્યા હોવાની ચોકાવનારી માહિતી સામે આવી હતી અને આ મુદે હાઇકોર્ટ મેટર પણ થયેલ હતી જેથી કરીને ભાજપ તે સમયે ઘેરાયો હતો અને ત્યાર બાદ પાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી
જો કે, કોંગ્રેસનાં આંતરિક વિખવાદના લીધે કોંગ્રેસનાં જ સભ્યોએ બળવો કર્યો હતો વિકાસ સમિતિની રચના કરવામાં આવી હતી પરંતુ વિકાસ સમિતિ પાલિકામાં લાંબા સમય સુધી સત્તા ઉપર રહી શકી ન હતી અને ભાજપને તકનો લાભ લઈને વિકાસ સમિતિમાંથી છૂટા પહેલા સભ્યોનો બહારથી ટેકો લઈને ભાજપની પાલિકા બનાવી હતી અને તે સમયે ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ તરીકે ગીતાબેન કંઝારીયાને મૂકવામાં આવ્યા હતા અને તેના શાસન દરમ્યાન મોબાઈલ ફોન ઉપર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો ઓડિયો સામે આવ્યો હતો જેના આધારે એસીબી સુધી મામલો પહોચ્યો હતો અને પાલિકાના પદાધિકારીના કર્મોના લીધે ભાજપને નીચા જોણું થયું હતું
ત્યાર બાદ પાલીકમાં છેલ્લે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના સભ્યો બાવાને બાવન બેઠકો ઉપર ચૂટાઇ આવ્યા હતા અને ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે પાલિકામાં સત્તા ઉપર આવેલ છે ત્યારે મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાની સમિતિના મહિલા ચેરમેનના પતિ વચ્ચે કોઈ કામમાં ટકાવારીની ચર્ચા કરવામાં આવતી હોય તેવો વિડીયો સામે આવેલ છે જેમાં મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા “લાલો” રૂપિયા લઈ ગયો હશે તેવું કહીવામાં આવી રહ્યું છે જે સ્પષ્ટપણે સાંભળવા મળે છે તો પણ હજુ સુધી એસીબી મૌન છે ? ભાજપની નેતાગીરી મૌન છે ? ત્યારે મોરબી પાલિકામાં ભાજપ સત્તા ઉપર આવે અને પ્રમુખ તારીખે જેને મૂકવામાં આવે તેમાં વર્તમાન સહિતના છેલ્લા પ્રમુખ ઉપર કાળી ટીલી લાગી છે જેથી કરીને ભાજપની સ્થાનિક અને પ્રદેશની નેતાગીરીએ આ મુદે મનોમંથન કરવાની તાતી જરૂર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
