હવે કરો ચિંતન: મોરબી પાલિકામાં ભાજપના શાસનમાં વર્તમાન સહિત છેલ્લા ત્રણ પ્રમુખ ઉપર કાળી ટીલી !
મોરબી :એક્ટિવ ફાઉન્ડેશનના પ્રણેતા અને સેવાભાવી એલીશ ઝલરિયાએ જન્મદિન રક્તદાન કરી ઉજવ્યો
SHARE









મોરબી :એક્ટિવ ફાઉન્ડેશનના પ્રણેતા અને સેવાભાવી એલીશ ઝલરિયાએ જન્મદિન રક્તદાન કરી ઉજવ્યો
છેલ્લા ઘણા સમયથી 'સેવા પરમો ધર્મ' સૂત્રને વરેલા અને સેવાભાવી યુવાન એલિશભાઈ ઝલારીયાએ આજરોજ પોતાના જન્મદિનની રક્તદાન કરીને ઉજવણી કરી હતી.એલિશભાઇ ઝાલરીયા છેલ્લા ઘણા સમયથી તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે વાવાઝોડા વચ્ચે પણ જરૂરિયાત મંદોને ફૂડ વિતરણ કરવાની વાત હોય કે પછી કોરોનાના કપરા કાળમાં કોવિડ દર્દીઓને ફૂડ પેકેટ પહોંચાડવાની વાત હોય એલીશભાઇ ઝાલરીયા અને તેમની સંસ્થા એક્ટિવ ફાઉન્ડેશન સતત ખડે પગે રહેતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયે પણ એલિસભાઈ ઝાલરીયા તથા તેમની ટીમ સતત ખડે પગે રહી અને જરૂરિયાતમંદ સુધી ફૂડ પેકેટ વિતરણ કરી અનોખી સેવા કરેલ હતી જેની નોંધ મોરબીના છેવાડાના માનવીઓ પણ લઈ રહ્યા છે.જરૂરિયાતમંદ લોકો માટે એલિષભાઈ ઝાલરીયા અને તેમની સંસ્થા ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે એક્ટિવ ફાઉન્ડેશન સંસ્થાના યુવાન મોભી એલિશભાઈ ઝાલરીયા નો આજે જન્મદિન હોય તેમના પરિવારજનો સ્નેહીજનો અને મિત્રો વર્તુળ તરફથી શુભકામનાઓનો ધોધ વરસ્યો છે. ત એલીશભાઈ ઝાલરીયાને તેમના જન્મદિનને શુભેચ્છકો તેમના મો. નંબર 99254 11990 ઉપર જન્મદિનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
