મોરબીમાં વ્યાપક બનેલ પશુધન ચોરી અંગે તાત્કાલિક પગલા લેવા માંગ
વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ બે ઔધોગિક એકમોમાંથી ૮૭ લાખની વીજ ચોરી પકડાઈ
SHARE









વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ બે ઔધોગિક એકમોમાંથી ૮૭ લાખની વીજ ચોરી પકડાઈ
પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વીજ લોસ ઘટાડવાના ઉદેશથી સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ બે ઔધોગિક એકમોમાં ગેરરિતી થતી હોવાની બાતમીના આધારે ગત તા.૨૯-૬ ના અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ જીયુવીએનએલ તથા પીજીવીસીએલની ટીમો દ્વારા મે.સ્કીન એન્ટરપ્રાઈઝ ૧૦૦ કિલોવોટ તથા મે.રાજા કેટલફીડના ૧૦૦ કિલોવોટ વીજભાર ધરાવતા ઔધોગિક એકમોના વીજ જોડાણ ચકાસતા મીટર પેટી ઉપર લાગેલ પ્લાસ્ટીક સીલ શંકાસ્પદ જણાયેલ આથી બન્ને વીજ જોડાણોના મીટર લેબ પરિક્ષણ અર્થે કબ્જે લીધેલ હતા અને લેબ પરિક્ષણ કરતાં મીટરના વાયરીંગ સાથે ચેડા કરેલ હોવાનું માલુમ પડેલ હતું.આથી ઈલેક્ટ્રીસીટી એક્ટ-૧૩૫ ની કલમ મુજબ મે.તાસ્કીન એન્ટરપ્રાઈઝને રૂા.૪૫.૧૭ લાખ તથા મે.રાજા કેટલફીડને રૂા.૪૧.૭૯ લાખ એમ કુલ મળીને ૮૭ લાખનો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવેલ છે.જેથી વાંકાનેર તાલુકામાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.અધિક્ષક ઈજનેરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હજુ પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે.
