મોરબીના વજેપરમાં ઘર પાસે ઊભેલી કારમાંથી ૧૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
મોરબીમાં વ્યાપક બનેલ પશુધન ચોરી અંગે તાત્કાલિક પગલા લેવા માંગ
SHARE









મોરબીમાં વ્યાપક બનેલ પશુધન ચોરી અંગે તાત્કાલિક પગલા લેવા માંગ
મોરબી પંથકમાં દુધાળા પશુઓની ચોરી થતી હોય અને સમયાંતરે સતત ચોરીઓ થતી હોવાના લીધે હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા રજૂઆત કરીને સીમ ચોરી અને ઢોર ચોરી અટકાવવામાં આવે અને તે માટે પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
તેઓએ કરેલ રજૂઆતમાં તેમણે જણાવેલ છેકે, મોરબી જિલ્લાના નવા સાદુળકા, સોખડા અને બેલા ગામમાં છેલ્લા એક સપ્તાહમાં ચારથી પણ વધારે દુઝણી ભેંસો ચોરાઈ ગયેલ છે જે અંગે સંબંધકર્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાયેલ છે.સામાન્ય રીતે એક ભેંસની રૂા.૮૦ હજારથી એક લાખ જેવી કિંમત હોય છે અને ભેંસ જેતે માલધારીના આજીવિકાનું મુખ્ય સાધન હોય છે ત્યારે આ ભેંસો ચોરાઈ જતા જેતે પરિવાર નિરાધાર બને છે.આ પશુધનને રાતવેળાએ બોલેરો જેવી ગાડીમાં લઈ જવાય છે ત્યારે આ બાબતે પોલીસ પેટ્રોલીંગ વધુ કડક બનાવીને પશુ સાથે નિકળતા વાહનોનું સઘન ચેકીંગ કરીને પશુ કોના છે અને કયાં લઈ જવાય છે..? તેની ઘનિષ્ઠ પુછપરછ કરવી જોઈએ. હમણા હમણાં આવા પશુઢોર ચોરનાર ખાસ ટોળકી પ્રવૃત બનેલ છે.જે સબબ તાલુકાના અને શહેરનાં પશુપાલકો વસાહતો પાસે સમયાંતરે પેટ્રોલીંગ થવું જોઈએ અને ઢોરચોરીના આ દુષણને અટકાવવા યથાર્થ પ્રયાસો કરવા જોઈએ. અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ આ રીતે જ પશુ ચોરીના સંખ્યાબંધ બનાવો બન્યા હતા જેનું પુનરાવર્તન થઇ રહ્યુ હોય પોલીસ સઘન પગલા લે તેવી માલધારી સમાજમાંથી માંગ ઉઠી રહી છે.
ગરીબોને મફત અનાજ યોજના બંધ કરવાની હિલચાલનો વિરોધ
દેશમાં પ્રધાનમંત્રી (પી.એમ.જી.કે.) યોજના અંતર્ગત નાણા વિભાગને આ ખર્ચ મોંઘુ પડતુ હોય રદ કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે નાણા સચિવ સિવાયનાં સરકાર દ્વારા અનેક બીનજરૂરી અને ફાલતુ ખર્ચાઓ થઈ રહ્યા છે. જેમાં પ્રતિદિન દેશના તમામ ભાષાનાં અખબારોમાં મસ મોટી જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે.આ ઉપરાંત સરકાર દ્વારા છાશવારે મસમોટા કાર્યક્રમો થાય છે તેમા આધુનિક મંડપ સરજામ, એસીની સુવિધાયુકત સમિયાણા પાછળ ત્થા તે માટે સરકારી સંબંધિત અધિકારીઓના પગાર ભથ્થા વિગેરે માટે કલ્પનાનીત ખર્ચાઓ થાય છે ત્યારે ફકત મફત અનાજ યોજનાનો જ ખર્ચ વધુ લાગ્યો તે આશ્ચર્યજનક છે.આ યોજનાથી દેશનાં કરોડો જરૂરતમંદ પરિવારો લાભ લઈ પેટની ભૂખ સંતોષે છે તો આ બાબતે સરકારે ગંભીરતાથી વિચારણા કરવી જોઇએ.નાણાં બચાવવા સરકારી તાફયા અને વાહવાહી પાછળ કરાતા ખર્ચમાં કાપ મુકવો જોઇએ.દેશના વિશાળ જનહિત માટે મફત અનાજ યોજના ચાલુ રાખવામાં આવે તેવો સુયોગ્ય નિર્ણય લેવા દેશના નાણાં મંત્રાલયના સચિવને રમેશભાઇ રબારી દ્રારા લેખીત રજૂઆત કરાયેલ છે.
