હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડી પાસેથી ચાર બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE

















મોરબીની પંચાસર ચોકડી પાસેથી ચાર બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પંચાસર ચોકડી પાસેથી પસાર થતા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૪૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને બંને શખ્સોની ધરપકડ કરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ પંચાસર ચોકડી પાસેથ પસાર થતા બે શખ્સને પોલીસે રોકીને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૪૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને કેતનદાન મહેન્દ્રદાન બારહટ જાતે ગઢવી (ઉમર ૨૧) રહે વાવડી રોડ ગાયત્રીનગર બાપા સીતારામ પેલેસની સામે તેમજ જુબેરભાઈ ઉર્ફે બબુ મહેબુબભાઇ પાયક જાતે ઘાંચી (ઉંમર ૨૦) રહે પંચાસર રોડ ભારતપરા શેરી નં-૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મણ હમીરભાઈ સલાટ નામના ૨૫ વર્ષીય યુવાને સુરજબારીના પુલ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા તથા સંજયભાઈ આહીર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દરમિયાનમાં ખુલ્યું હતું કે યુવાનને પોતાની કાકી સાથે આડા સંબંધ હોય અને તે વાતને લઈને કાકા સહિતનાઓ તેને માર મારશે તેવા ડરથી ડરના માર્યા પુલ ઉપરથી ઝંપલાવી દીધું હતું અને તેને ઈજાગ્રત હાલતમાં સારવારમાં ખસેડાયો છે.




Latest News