મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ


SHARE









વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ

(શાહરુખ ચૌહાણ દ્વારા) પર્યાવરણ પ્રેમી સદગત મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલા (પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં પર્યાવરણ પ્રેમી મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવા આવેલ હતો જેમાં સંતો, મહંતો, ફોરેસ્ટ ઓફિસરો, પર્યાવરણ સાથે જોડાયેલા લોકો તથા સંસ્થાઓ તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપેલ હતા ગત વર્ષે મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ ૨૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. તેના બદલે ૪૬૦૦૦ વૃક્ષોનું  વૃક્ષારોપણ સમગ્ર વાંકાનેર તાલુકામાં કરેલ છે  તેમાં  સૌથી વધુ સહયોગ વાંકાનેર ફોરેસ્ટ વિભાગે આપેલ છે અને હાલમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા




Latest News