લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખના વર્ષ સમાપનમાં પ્રોજેક્ટોની હારમાળા
વાંકાનેરના હસનપર રેલવે સ્ટેશન જતાં રસ્તે ગટર પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી
SHARE









વાંકાનેરના હસનપર રેલવે સ્ટેશન જતાં રસ્તે ગટર પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી
વાંકાનેર નજીક હસનપર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર સર્વિસ રોડની બાજુમાં ગટર પાસે યુવાનની લાશ પડી હતી જેની પોલીસને જાણ કરવામાં આવતા ત્યાં પોલીસ પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેક સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવીની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર શહેર નજીક હસનપર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર આવતા સર્વિસ રોડ પર ગટરની બાજુમાં અજાણ્યા ૨૫થી ૩૦ વર્ષના યુવાનની લાશ પડી હોવા અંગેની અશોકભાઈ મૂળજીભાઈ મકવાણા રહે. હસનપર વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃત યુવાનની ઓળખ મેળવવા માટે હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
એટેક આવતા મોત
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે આવેલા મૂળ અમદાવાદના રહેવાસી દિનેશભાઈ મનજીભાઈ વાઘેલા (ઉંમર ૩૬)ને એટેક આવતાં તેનું મૃત્યુ નીપજયું હતું તેની ડેડ બોડીને તેના પિતા મનજીભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
