હળવદના ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જુગારની ત્રણ રેડ : બે મહિલા સહિત 18 જુગારી પકડાયા
SHARE









મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જુગારની ત્રણ રેડ: બે મહિલા સહિત 18 જુગારી પકડાયા
મોરબી શહેર અને તાલુકા માં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બે મહિલા જુગારી સહિત કુલ મળીને 18 જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે જુગારના ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં જુગાર રમતા હોવાની બાકીના આધારે એલસીબી ની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા જીતુભા ઉર્ફે દેદા અમરસિંહ જાડેજા, અંબારામભાઈ નાનજીભાઈ વિડજા, પ્રાણજીવનભાઈ તળશીભાઈ વિલપરા, હિતેશભાઈ તુલસીભાઈ લોહાણા, સુરજભાઈ દુર્લભજીભાઈ અમૃતિયા, દિલીપભાઈ ધરમશીભાઈ દેસાઈ અને હરજીવનભાઈ ડાયાભાઈ ઝાલરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 45000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી એ ડિવિઝન પોલીસને જુગારીઓ તથા મુદ્દામાલ સોપી આપ્યો હતો.
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-2 માં ઉજાલા ડેરી નજીક રહેતા હનીફાબેનના ઘર પાસે જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે રંજનબેન મુન્નાભાઈ ગોરવા, હનીફાબેન સઇદુભાઈ મેપાભાઇ, અસગરભાઈ હુસેનભાઇ સેડાત તેમજ અબ્દુલભાઈ રહીમભાઈ ભટ્ટી જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 10,550 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકાના પંચાસર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા મનસુખભાઈ શિવજીભાઈ કાનાણી, ભરતસિંહ ગણુભા ઝાલા, ગનીભાઈ મામદભાઈ ઓડિયા, ભુપેન્દ્રસિંહ વજુભા ઝાલા, ગોપાલભાઈ હરીશભાઈ જોશી, ગંભીરસિંહ સુરુભા ઝાલા અને વિક્રમસિંહ કેશુભા ઝાલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 32,170 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
