મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જુગારની ત્રણ રેડ : બે મહિલા સહિત 18 જુગારી પકડાયા
મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધાનું આયોજન
૧૨ જુલાઈ રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, રાષ્ટ્રને સર્વશ્રેષ્ઠ બનાવીએ" જેમા કાગળ કે અન્ય વેસ્ટમાંથી જુદીજુદી થેલી, બેગ, રમકડાં. સુશોભનની વસ્તુઓ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવમાં આવેલ છે.સ્પર્ધા તા.૧૨-૭ ના સવારે ૧૦ વાગ્યે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ ખાતે યોજાશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય "આર્યભટ્ટ" લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.૧૨ જુલાઈ રાષ્ટ્રીય પેપર બેગ દિવસ નિમિત્તે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ઘરમાં રહેલાં વેસ્ટ કાગળ કે કોઈપણ અન્ય કાપડ, કાગળ માંથી જુદી-જુદી ફુલ, ફુલદાની, બેગ, પર્સ, વગેરે સુશોભનની વસ્તુઓ બનાવવા માટે જરુરી વસ્તુઓ સાથે લાવવાની રહેશે.સ્પર્ધામાં યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પુરુ નામ, ધોરણ, વ્યવસાય, સ્કૂલનું નામ, ગામ સરનામુ લખીને મો.98249 12230, 87801 27202, 97279 86386 પૈકી કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી આપવાના રહેશે.સ્પર્ધામાં કેટેગરી મુજબ વિધાર્થીઓ,શિક્ષકમિત્રો તથા વાલીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધાનો મુખ્ય હેતુ વ્યક્તિમાં રહેલી કલા અને સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનો તથા આત્મનિર્ભર બનાવવાનો છે બધાં જ સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા વિજેતાઓને શિલ્ડ આપવામાં આવશે.
