મોરબીના સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં લાગેલી આગથી કારખાનેદાર સહિત આઠ દાઝ્યા : ત્રણને રાજકોટ ખસેડાયા
માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ટ્રકમાંથી શંકાસ્પદ હાલતમાં ભાભોરના ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા
SHARE









માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ટ્રકમાંથી શંકાસ્પદ હાલતમાં ભાભોરના ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા
માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ઉભેલા બંધ ટ્રકમાંથી ડ્રાઇવરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને તેના માથામાંથી લોહી નિકળ્યું હોવાથી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે માળીયા સરકારી હોસ્પિટલે ખસેડયો છે અને મૃતક વ્યક્તિ ભાભોરનો રહેવાસી હોવાનું સામે આવેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે જીજે ૧૨ એયું ૫૩૮૨ ટ્રક બંધ પડ્યો હતો અને બંધ ટ્રકમાં એક વ્યક્તિ લાંબા સમયથી સુતો હોય તેવું દેખાતું હતું જેથી કરીને આસપાસના લોકોએ ૧૦૮ ને બોલાવી હતી ત્યારે ૧૦૮ ની ટીમને રસુલભાઈ પાયલોટ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવ્યો હતો અને ટ્રકમાં સૂતેલા ડ્રાઈવરને માથામાંથી લોહી નિકળ્યું હતું જેથી કરીને માળીયા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યા હતા મૃતકને માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી હત્યાની આશંકા હોવાથી યુવાનના મૃતદેહને પીએમ માટે માળીયાની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વધુમાં પીએસઆઈ બી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતકનું મહેરાજી ચમનજી ઠાકોર (૩૫) રહે. ભાભોર વાળો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
