મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી સિરામિક એસો.ની રજૂઆત
SHARE









મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી સિરામિક એસો.ની રજૂઆત
મોરબી નગરપાલિકાના વિસ્તારને મહા નગરપાલિકામાં તબદીલ કરવા માટેની માંગ છેલ્લા ઘણા વર્ષોથી કારીવામાં આવી રહી છે ત્યારે મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી મોરબી સિરામિક એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને મોરબીના માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર સહિતના ગામોનો સમાવેશ કરીને મહાપાલિકા તરીકે મોરબીને દરજ્જો આપવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે તેવી લાગણી પણ વ્યક્ત કરેલ છે
મોરબી નગરપાલિકાના વિસ્તારને મહા નગરપાલિકામાં તબદીલ કરવા માટેની માંગણી આ અગાઉ પણ મોરબી શહેરના લોકો દ્વારા કરવામાં આવેલ છે. જો કે હજુ સુધી મહાપાલિકાનો દરરજો આપવામાં આવેલ નથી ત્યારે મોરબી શહેરમાં સૂચિત એરિયાનો સમાવેશ કરીને મહાપાલિકાનો દરરજો આપી શકાય તેમ સી હે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ મુદે રજૂઆત કરવામાં આવી છે અને હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકા “અ” વર્ગની નગરપાલિકા ૨૦૦૧ થી છે અને મોરબી જિલ્લો ૨૦૧૩ થી અમલમાં આવી ગયો છે અને હવે લોકોની સુવિધામાં વધારો કરવા માટે મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો અપાવવાની તાતી જરૂરીયાત છે.
આજની તારીખે મોરબીમાં ૩ લાખથી વધુ વસ્તી છે અને મોરબી શહેર તથા આજુબાજુના ૧૫ થી વધુ ગામોનો બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયેલ છે. અને ગામડાના લોકો તેમજ બહારથી આવેલા લોકોની ગણતરી કરવામાં આવે તો મોરબીમાં આશરે ૪ લાખથી વધુ વસ્તી વસવાટ કરે છે. જે મહાપાલિકાના ક્રાઇટ એરિયા ધરાવે છે. મોરબી શહેરના મધ્યચોકમાં મોરબીની સિવિલ હોસ્પિટલ – ગાંધીચોક એટલે કે મોરબી શહેરની મધ્યમાં આવેલ છે. અને પૂર્ણ કક્ષાની આંખની હોસ્પિટલ પણ રાજ્ય સરકાર તરફથી અલગ દરજ્જાથી ફાળવેલ છે. સાથો-સાથ રાજ્ય સરકારે કોર્પોરેશન એરિયામાં હોય, તે પ્રકારની બ્લડ બેંકની સુવિધા પણ ફાળવેલ છે. “આમ તબક્કે તબક્કે રાજ્ય સરકાર તરફથી મોરબી શહેરને મહાપાલિકા સમકક્ષ જુદી-જુદી આરોગ્ય વિષયક સુવિધાઓ ભૂતકાળમાં પૂરી પાડેલ છે.
મોરબી શહેરમાં તથા નગરપાલિકા વિસ્તારમાં સરકારી સુવિધાઓ પણ, જેવી કે મોટા-મોટા સરકારી બિલ્ડીંગો તથા સુવિધાજનક આવાસો તથા જિલ્લા સેવાસદન, તાલુકા સેવાસદન તેમજ જિલ્લા પંચાયત તથા સરકારી રહેણાંક વસાહતો તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી તેના આવાસો તેમજ અન્ય સરકારી કચેરીઓના બિલ્ડીંગો, આવાસો અને કોર્પોરેશન માટે ભવિષ્યમાં તેની ઓફિસ, અધિકારીઓના રહેણાંક વિસ્તાર માટે સરકારી જમીનો વગેરે મોટા પાયે ઉપલબ્ધ છે. જે બધી નગરપાલિકા એરિયામાં સમાવિષ્ટ જમીનો છે. જો કોર્પોરેશનની રચના થાય, તો કોર્પોરેશનના વિકાસ માટે પણ જે જે અનુસાંગીક સુવિધાઓ જરૂરી છે. તે ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ છે.
શહેરી વિસ્તાર તથા નગરપાલિકા એરિયામાં અંદાજે દોઢ લાખથી વધારે વાહનોનું રજીસ્ટ્રેશન થયા હોવાનું ગયા વર્ષના સરકારી આંકડામાં દર્શાવામાં આવેલ છે. માધાપર, વજેપર અને ત્રાજપરના મવડા અંગેના જૂના પેચીદા પ્રશ્નને મવડા રદ્દ થતાં થયેલ લાંબા ગાળાના રહેણાક નુકશાનને હલ કરવામાં પણ મહાપાલિકા જાહેર થતાં લાભ મળે તેમ છે. મોરબીની મચ્છુ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની જરૂર છે. અને મોરબીમાં ટ્રાફિક સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય, મોરબીમાં સામાકાંઠે જવા માટે વધારાના પુલ બનાવવામાં આવે તો લોકોનું સુખકારીમાં વધારો થાય તેમ છે
