મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી સિરામિક એસો.ની રજૂઆત
મોરબી તાલુકાના ત્રાજપર, લાલપર, જાંબુડીયામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું ભવ્ય સ્વાગત
SHARE









મોરબી તાલુકાના ત્રાજપર, લાલપર, જાંબુડીયામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું ભવ્ય સ્વાગત
આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતનાં વિકાસની ઝાંખી ગુજરાતમા લોકોને કરાવવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકામા વંદે ગુજરાત વિકાસ યાત્રા ત્રાજપર, લાલપર, જાંબુડીયા ગામે પહોંચી છે ત્યારે તે ગામના સરપંચો દ્વારા યાત્રા રથનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું અને વંદે ગુજરાત કાર્યક્રમમા તાલુકા પંચાયત, મામલતદાર કચેરી મોરબી દવારા મંજુર થયેલ વિકાસના કામોમા ત્રાજપર ગામે ૧૨.૨૭ લાખના કામો, લાલપર ગામે ૯ લાખના કામો, જાંબુડીયા ગામે ૮ લાખના કામોનુ મહાનુભાવોના હસ્તે ખાતમુહુત-લોકાર્પણ કર્યુ હતું તેમજ ૧૦૦ ટકા વેકિસનેશન બદલ સરપંચનુ પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતું અને સરકારની વિવિધ યોજના જેવી કે મુખ્યમંત્રી માતૃશકિત યોજના, પીજીવીસીએલ દ્વારા ગરીબ લાભાર્થીઓને મફત વિજ જોડાણ, પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઇ ટમારીયા, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન પારેધી, મહામંત્રી બચુભા રાણા,મામલતદાર નિખિલ મહેતા, તાલુકા પંચાપતના ચાવડાભાઇ, રાજુભાઇ, જીવાણીભાઇ, ફોરેસ્ટર સોનલબેન, પીજીવીસીએલના નાયબ ઇજનેર કગથરા, બચુભાઇ અમૃતિયા, તુલશીભાઇ પાટડીયા, કાનજીભાઇ ચાવડા, ગોરધનભાઇ સોલંકી, રાજુભાઇ પરમાર, ગોપાલભાઇ, લાલજીભાઇ સોલંકી, હસુભાઇ ખરા, અશોક વરાણીયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા આવી જ રીતે વિકાસયાત્રા મોરબી તાલુકાના ઘુંટું ગામે પહોંચી હતી ત્યારે બાળકોથી માંડીને મોટેરા સૌએ હરખથી રથને આવકાર્યો હતો અને વિકાસયાત્રાનું પ્રદર્શન નિહાળ્યું હતું.
