હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરના જામસરમાં જુગારની બે રેડ: સાત જુગારી ૧૯૭૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબી અને વાંકાનેરના જામસરમાં જુગારની બે રેડ: સાત જુગારી ૧૯૭૫૦ ની રોકડ સાથે ઝડપાયા


વાંકાનેરના જામસર ગામે અને મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ શક્તિ ચોક નજીક રીક્ષા સ્ટેન્ડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળે જુગાર રમતા કુલ મળીને સાત જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૯૭૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર તાલુકાના જામસર ગામે રામદેવપીરના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા પ્રવીણભાઈ જીવાભાઇ ઇન્દરીયા, પ્રવીણભાઈ જસાભાઈ દેલવાડીયા, વિનોદભાઈ બચુભાઈ દંકેસરીયા અને ભરતભાઇ રામભાઇ કટોણા જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે જુગારીઓ પાસેથી ૧૩૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ શક્તિ ચોક નજીક રીક્ષા સ્ટેન્ડમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વ્રજલાલભાઈ નાથાભાઈ જાદવ, સતાભાઈ બેચરભાઈ રાવા અને સંજયભાઈ કાનાભાઈ ખીંટ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આ ત્રણેય જુગારીઓ પાસેથી ૬૨૫૦ ની રોકડ કબજે કરી તેઓની સામે જુગાર કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News