મોરબી-હળવદ નગર અને ગામડાઓમાં પોષણક્ષમ ગુજરાત હેઠળ પોષણ કીટનું વિતરણ
મોરબીના બગથળા નકલંક મંદિર, થાનના જોગ ધ્યાનપુરા આશ્રમ અને ધમલપર ગેલમાતાજી મંદિરે ગુરુપૂર્ણિમા ઉજવાશે
SHARE









મોરબીના બગથળા નકલંક મંદિર, થાનના જોગ ધ્યાનપુરા આશ્રમ અને ધમલપર ગેલમાતાજી મંદિરે ગુરુપૂર્ણિમા ઉજવાશે
મોરબી સદગુરુ ૧૦૦૮ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ)ના આશીર્વાદથી તા. ૧૩ જુલાઈને બુધવારે થાનગઢ ખાતે આવેલ જોગ ધ્યાનપુરા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે સત્સંગ, સંતવાણી, ગુરુપૂજન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે
થાન ખાતે આવેલ જોગ ધ્યાનપુરા આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની આગામી દિવસોમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે પૂજ્ય બાપુની રથયાત્રા, પ્રસાદ વિતરણ, પૂજા, સર્વ ગુરુભાઈઓ-બહેનો દ્વારા વિદ્વાન ભૂદેવોના વેદોક્ત મંત્રો સાથે ગુરુપૂજન વિધિ, ધ્વજાજીનું આરોહણ, મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું છે. સાથોસાથ ઉછામણીમાં બાકી રહી ગયેલા દાતાઓનું સન્માન કરાશે તેમજ આયુર્વેદિક અને સુગર અને બીપી ચેકઅપ માટે કમ્પનું પણ આયોજન કરાયું છે અને ભજન સંધ્યા રાખવામા આવેલ છે જેમાં ગીતાબેન રબારી, નિલેશભાઈ ગઢવી અને હરદેવભાઈ આહીર સહિતના કલાકારો રમઝટ બોલાવશે.
ધમલપર ગુરુપૂર્ણિમા
વાંકાનેરના ધમલપર ખાતે ગેલમાતાજીના મંદિરે પીર મશાયખ સાર્વજનિક ટ્રસ્ટ અને ગેલભવાની માનવ સેવા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ફ્રી સર્વ રોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. મોહસીન સિપાઈ, ડો. રજનીક વોરા, ડો. યાસીન ગઢીયા, અને ડો. રીઝવાનાબેન ગઢીયા સેવા આપશે.
નકલંકધામ મંદિરે ગુરુપૂર્ણિમા
મોરબીના બગથળા ગામે નકલંકધામ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે અને આગામી બુધવારે સવારે ૯ વાગ્યે ગુરુજીની આરતી અને પૂજન કરાશે ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ગુરુ ભાઈઓ અને બહેનોને તેનો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે
