મોરબીના બગથળા નકલંક મંદિર, થાનના જોગ ધ્યાનપુરા આશ્રમ અને ધમલપર ગેલમાતાજી મંદિરે ગુરુપૂર્ણિમા ઉજવાશે
મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન
SHARE









મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન
મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા બકરી ઈદ નિમિત્તે સમસ્ત જૈન સમાજ માટે દરેક ઉપાશ્રય તથા દરેક દેરાસરમાં નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૦ જુલાઈ ને રવિવારે સાંજે ૪ થી ૫ સુધી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા જીવદયા અર્થે નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરાયું છે.
મોરબીમાં સોની બજાર ઉપાશ્રય, પ્લોટ પોષધ શાળા ઉપાશ્રય, દરબાર ગઢ દેરાસર ઉપાશ્રય, પ્લોટ દેરાસર ઉપાશ્રય, સામા કાઠે રીલીફ નગર ઉપાશ્રય અને દેરાસર, હાઉસિંગ બોર્ડ જૈન દેરાસર, વર્ધમાન નગર જૈન દેરાસર ખાતે નવકાર મહામંત્રના જાપ કરવામાં આવશે ત્યારે દરેક મંડળના ભાઈઓ, બહેનો તથા શ્રાવિકા બહેનોએ નજીકના ઉપાશ્રયમાં નવકાર મહામંત્રના જાપનો લાભ લેવા જૈન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ નીતિનભાઈ મહેતા, મંત્રી સમીરભાઈ મહેતા સહિતનાએ જણાવાયું છે.
