મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને કમલમ ફ્રુટનો વાવેતર વધારવા સહાય અપાશે


SHARE













મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને કમલમ ફ્રુટનો વાવેતર વધારવા સહાય અપાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ "કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વાવેતર ૨૦૨૨-૨૩ માં પોતાની માલિકીની જમીનમાં વાવેતર કરેલ હોય તેવા સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ ૩,૦૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫%  કે મહત્તમ રૂ. ૪,૦૦,૦૦૦/હે પ્રતિ હેક્ટરની ૬,૦૦,૦૦૦- ની યુનિકોસ્ટ મર્યાદામાં મહત્તમ ૧ હેક્ટર માટેની સહાય આપવામાં આવશે.

આ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતોએ તા.૦૮/૦૮/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૩ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ગ્રાન્ટ ઇન એઇડ, સરા રોડ, આઇ.ટી.આઇ.- હળવદ ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-મોરબીની યાદીમાં જણાવાયું છે.





Latest News