મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર કારખાનામાં ત્રીજા માળેથી નીચે પટકાતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત


SHARE









મોરબીના જેતપર રોડ ઉપર કારખાનામાં ત્રીજા માળેથી નીચે પટકાતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી-બેલા વચ્ચે આવેલ સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરીકામ કરતો એમપીનો મજુર યુવાન યુનીટમાં કામ દરમિયાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો જયાં તેનું નોત નિપજ્યુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર પીપળી અને બેલા ગામની વચ્ચે આવેલ ઇઓના સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતો અને મધ્યપ્રદેશના સાજાપુર જીલ્લાના પીપલોદ ગામનો મજુર યુવાન રાહુલ રતિરામભાઈ બલાઇ (ઉંમર ૨૧) હાલ રહે.ઈઓના સીરામીક પીપળી બેલા રોડ મોરબી-૨ વાળાને સારવાર માટે સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ટુંકી સારવાર બાદ રાહુલ બલાઇનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા અને રાયટર નરેશભાઇ રીબડીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે મૃતક રાહુલ બલાઇ રાત્રિના કારખાનાની અંદર માટી ખાતામાં આવેલ સાયલામાં ત્રીજા મળે સાયલાની અંદર ધૂળ-માટી ચેક કરવા માટે ઉપર ચડ્યો હતો અને ત્યાંથી તે અકસ્માતે નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ સાથે મોરબી અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં રાજકોટ ખાતે તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.

આધેડ સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીક રહેતા અરવિંદભાઈ મૂળુભાઈ પરમાર નામના ૫૦ વર્ષના આધેડ સેલોન પીવીસી નામના કારખાનામાં મશીન ઉપર કામ કરતા હતા તે દરમિયાન તેઓને ઇજાઓ થવાથી તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા નીતાબેન હસમુખભાઈ લોરીયા નામની ૪૦ વર્ષીય મહિલા અજીતગઢથી ખોડ ગામ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી નીતાબેનને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ માળીયા મીંયાણાના વવાણીયા ગામે રહેતા નૂરબાઈબેન ઇબ્રાહીમભાઇ નામના ૫૭ વર્ષના મહિલા કાસમપીરની દરગાહએ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક પણ સ્લીપ થઈ જતા તેમને પણ ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા કિરણબેન નટુભાઈ તલસાણીયા નામના ૪૭ વર્ષીય મહિલા વાવડી ચોકડી પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા તે દરમ્યાનમાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાઓ થવાથી કિરણબેનને સારવારમાં આવ્યા હતા.જ્યારે લાલપર ગામે રહેતા લક્ષ્મીકાંત પ્યારેલાલ નામના ૪૨ વર્ષનો યુવાન બાઈક લઈને ઢુવા તરફથી માટેલ તરફ જતો હતો ત્યારે ઢુવા અને માટેલ વચ્ચેના રસ્તે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.તેમજ ફડસર ગામના રમેશભાઈ બાબુભાઈ ગોગરા નામનો ૨૨ વર્ષનો યુવાન જામનગર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે રસ્તામાં તારાણા ગામની પાસે તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થઈ હોય મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.




Latest News