મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીનો સૌરાષ્ટ્રની અન્ડર-૧૪, ૧૬ અને ૧૯ ક્રિકેટ ટીમમાં દબદબો: પાંચ ખેલાડીઓની પસંદગી


SHARE









મોરબીનો સૌરાષ્ટ્રની અન્ડર-૧૪, ૧૬ અને ૧૯ ક્રિકેટ ટીમમાં દબદબો: પાંચ ખેલાડીઓની પસંદગી

તાજેતરમાં સૌરાષ્ટ્રની અન્ડર-૧૪, ૧૬ અને ૧૯ ક્રિકેટ ટીમમાં મોરબી ક્રિકેટ એસો. ના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં અન્ડર-૧૪ માં રાધે ભીમાણી, અન્ડર-૧૬ માં દિગ્વિજય પરમાર અને નિખિલ છત્તરીયા, અન્ડર-૧૯ માં માનવ અઘરા અને મનજીત કુમખાણીયાનું સિલેક્શન થયું છે.

મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૪ માં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.નું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સાથે જોડાણ થયું હતું. ત્યારથી આજ સુધીમાં સિનિયર ડિસ્ટ્રિક્ટ, અન્ડર ૨૫ ડિસ્ટ્રિક્ટ, અન્ડર ૧૯ ડિસ્ટ્રિક્ટ અન્ડર ૧૬ ડિસ્ટ્રિક્ટ અને અન્ડર ૧૪ ડિસ્ટ્રિક્ટની ઘણી બધી ટીમોને માન્ય મળી હતી. વધુમાં નિશાંત જાનીએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત કરવી ખુબ જ કઠિન છે. પણ મોરબીના ક્રિકેટર્સની મહેનત અને  હેડ કોચ નિશાંત જાનીના પ્રયત્નનોથી દરેક વય જૂથ મુજબ મોરબી ક્રિકેટ એસો.ને માન્યતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નિરંજન શાહ અને પ્રેસિડેન્ટ જયદેવ શાહએ અગ્રીમ ફાળો ભજવ્યો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ખેલાડીઓને કાંઈ તકલીફ ન પડે એ માટે જયદેવ શાહ દૈનિક ૧૦ કલાક સુધી નિરંતર મહેનત કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તેમણે ધરખમ ફેરફાર કરી ખેલાડીઓને અનેકવિધ સુવિધાઓ પુરી પાડી છે. આ સાથે આખા વર્ષ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ શકે તે માટે જયદેવ શાહ પ્રયત્નશીલ છે. તેઓ ખેલાડીઓની નાની-મોટી દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવી દે છે. આ તકે મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ પસંદગી પામેલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં  મોરબીમાંથી કોઈ શ્રેષ્ઠ ક્રિકેટર બને અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જઈને મોરબીનુ નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.




Latest News