માળિયા (મી.) તાલુકો શું પાકીસ્તાનમાં આવે છે...? : મોટાભાગના રસ્તા બિસ્માર, રીપેરીંગ કેમ નહીં ?
SHARE









માળિયા (મી.) તાલુકો શું પાકીસ્તાનમાં આવે છે...? : મોટાભાગના રસ્તા બિસ્માર, રીપેરીંગ કેમ નહીં ?
મોરબી જીલ્લામાં છેલ્લી ૬ ટર્મથી એટલે કે આશરે ૨૭ વર્ષથી વધુ ભાજપનું શાસન હોવા છતાં પણ મોરબીના માળિયા મીંયાણા તાલુકા સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોય તેવું ત્યાંના સ્થાનીકોને લાગી રહ્યું છે.અસુવિધાઓને લઇને હવે તો ત્યાંના લોકો અકડાઇ ઉઠ્યા છે.મુખ્ય માર્ગો પણ બિસ્માર હાલતમાં હોવાના લીધે સ્થનિક લોકોને હાલાકી ભોગવવી પડતી હોય આ અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે ફરિયાદ કરવામાં આવેલ છે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
સરકારના ઓરમાયા એવા મોરબીના માળિયા (મિં) ના નેશનલ હાઇવેથી જૂની મામલદાર ઓફીસ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોય આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાયેલ છે.આ રસ્તા ઉપર જયારે વાહનો ચાલે છે.ત્યારે જાણે કે વાહનો કાયદેસર બ્રેકડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.આ રસ્તા બાબતે માળિયાના જાગૃત નાગરિક દ્વારા ઉપવાસ અંદોલન પણ કરવામાં આવ્યુ હતું અને ત્યારે આ રસ્તો રીપેર કરવાનું લેખિત બાહેંધરી મામલતદર દ્વારા આપવામાં આવેલ હતી છતાં સ્થિત યથાવત જ છે.ગુજરાત સરકારના મંત્રી તેમજ મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા સમયાન્તરે પોતાની વાહવાહ કરાવવા માટે જાહેરાતો કરવામાં આવતી હોય છે કે આટલા કપોડના ખર્ચે ફલાણા રોડ મંજુર કરાવ્યા, ફલાણો ઓવેરબ્રીજ મંજુર કરાવ્યો અને કામ ચાલુ થાય કે ન થાય પણ મંત્રી મેરજા ખાત મુહર્ત તો અચૂક કરે જ અને એટ્લે જ અહીંના લોકો તેમજ રજૂઆત કરનાર કે.ડી.બાવરવા તેને "ખાતમુહર્ત વીર" કહે છે.રાજ્ય સરકારના મંત્રી અને મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા માળિયા તાલુકાના જ વતની છે.માળિયાની જ સ્કુલમાં ભણેલા છે.અહિં બદતર હાલતથી વાકેફ છે પરંતુ તેઓને માળિયા માટે જરા પણ લાગણી ન હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે મતનું રાજકારણ અહિં આડુ આવી જાય છે.
જો સરકાર વવાણિયાથી માળિયાના રોડ માટે ૧૦૪ કરોડ રૂપિયાના ખર્ચે રોડ કરવાની મંજુરી આપતી હોય, તો આ તો ત્રણ કિલો મીટરનો જ રોડ છે અને તેને પણ રીપેર કરવાનો છે.તો તે કામ શા માટે નથી કરાતુ તેવું અહિંના લોકો પૂછી રહ્યા છે.લોકો એમ પણ કહી રહ્યા છે કે આ સરકાર લોકોને વધારે ઉપયોગી હોય અને જે રોડની ખુબ જ જરૂર હોય તેવા રોડ પ્રત્યે ઉદાસીન શા માટે હોય છે ? આવું થવાનું કારણ શું છે.? કારણ કે હમણા અણીયારી-જેતપર-પીપળી રોડ પર આવતા ગામડાના લોકો તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા પણ રોડ બાબતે રેલી કાઢવામાં આવેલ હતી અને ત્યારબાદ રીપેરીંગ ચાલુ થયુ.તો શું સરકાર લોકો આંદોલનો કરે કે દેખાવો કરે પછી જ કામો કરે છે.? અને અમારે પણ શું ? આવું જ કરવું પડશે ? આ વાજબી માંગણીને ધ્યાને લઇને આ રોડ તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવી પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.
