મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈની જહેમતથી ફ્લેટ ધારકને ફાઈલ અને ખર્ચ પરત મળ્યા
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈની જહેમતથી ફ્લેટ ધારકને ફાઈલ અને ખર્ચ પરત મળ્યા
મોરબીના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ફ્લેટ ધારકે પોતાના ફ્લેટ ઉપર બેંકમાંથી લોન લીધી હોય અને લોનની રકમ પૂરી ભરપાઈ કરી દેવા છતાં પણ બેંક દ્વારા તે ફલેટ ધારકની ફાઈલ પરત આપવામાં આવતી ન હતી જે અંગે ફરિયાદ કરવામાં આવતા કોર્ટ દ્વારા બેંકને હુકમ કરવામાં આવ્યો હતો અને ફ્લેટની ફાઈલ પરત આપવાની સાથે ખર્ચ પેટે રૂા.૫ હજાર પણ આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા જણાવ્યા મુજબ મોરબીના વતની અરવિંદ હરજીભાઇ પનારાએ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક શનાળા રોડ મોરબી પાસેથી પોતાના ફલેટ ઉપર લોન લીધેલી હતી.તે રકમ ભરવા દેવા છતાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેને એનઓસી સાથે ફાઇલ પરત આપતા ન હોય આ અંગે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં કેઇસ ચાલી જતાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે એનઓસી અને ફાઇલ પરત આપવી અને ગ્રાહકને પાંચ હજાર ખર્ચ પેટે આપવાનો હુકમ કરેલ છે.
ગ્રાહકો પોતાની આર્થીક સ્થીતી પ્રમાણે મકાન ઉપર લોન લેતા હોય છે.આવો જ એક હિસ્સો ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં સામે આવેલ જેમા મોરબીના વતની અરવિંદભાઇ હરજીભાઇ પનારાએ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક શનાળા રોડ મોરબીમાંથી પંદર લાખની લોન લીધેલી હતી અને તે લોન સમય મર્યાદામાં ભરી આપેલ પરંતુ એયુ બેંક તેમને એનઓસી અને તેમની ફલેટની અસલ ફાઇલ પરત ન આપતા હોય તેમણે આ અંગે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ કરેલ બેંકે કહ્યું કે અરવિંદભાઇ તેમના ભાઈમાં જામીન છે માટે તેને એનઓસી કે ફાઇલ પર મળે નહીં જોકે કોર્ટે હુકમ આપેલ કે ગ્રાહકે તેની રકમ વ્યાજ સહીત તમોને ભરપાઇ કરી આપેલ છે તે જામીન હોય તો પણ તેની ફાઇલ કે એનઓસીને રોકી શકાય નહીં.
કોર્ટ એયુ બેંકને હુકમ કર્યો હતો કે અરવીંદભાઇ પનારાની ફાઈલ તથા એનઓસી તેમને પરત આપી દેવી અને તેમણે કરેલ ખર્ચ પેટે રૂા.પાંચ હજાર પણ એયુ બેંકે અરવિંદભાઈ પનારાને ચુકવવા હુકન કર્યો હતો.તેમ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવે છે અને વધુમાં જણાવેલ છેકે કોઈપણ બેંક કે ફાઇનાન્સ પાસેથી લોન લેતા પહેલા તેના નિયમોની કોપી ગ્રાહકે લઇ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.મોરબીવાસીઓને ગ્રાહક સુરક્ષા અંગેનો કોઇપણ પ્રશ્ન હોય તો લાલજીભાઈ મહેતા(મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવો.