મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડામાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ : ચાર પકડાયા, ત્રણ ફરાર


SHARE













વાંકાનેરના ભીમગુડામાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ : ચાર પકડાયા, ત્રણ ફરાર


વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોકડ ૧૧,૩૦૦, મોબાઇલ ફોન તથા એક બાઇક મળીને ૫૬,૮૦૦ ના મુદામાલ સાથે ચાર જુગારીને પોલીસે ઝડપી લીધા છે જો કે, ત્રણ જુગારી નાશી ગયા હોય તેને પકડવા માટે તજવીજ ચાલુ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજા તથા સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત મળી હતી કે, વાંકાનેરના ભીમગુડા ગામે શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં જુગાર રમે છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ ઉપરથી દશરથભાઇ તેજાભાઇ વિંજવાડીયા જાતે કોળી, ગોરધનભાઇ શામજીભાઇ વિંજવાડીયા જાતે કોળી, પ્રવિણભાઇ તેજાભાઇ વિંજવાડીયા જાતે કોળી અને ભુપતભાઇ તરશીભાઇ રાતોજા જાતે કોળીને ઝડપી લીધા હતા જો કે, પ્રવિણભાઇ રણછોડભાઇ કોળી, પરબત લખમણભાઇ કોળી અને અજય ભરતભાઇ કોળી રહે. બધા ભિમગુડા વાળા નાશી ગયા છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલુ છે હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રોકડ ૧૧,૩૦૦, મોબાઇલ ફોન તથા એક બાઇક મળીને ૫૬,૮૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ આર.એ. જાડેજા તથા મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, જશપાલસિંહ ઝાલા, ચમનભાઇ ચાવડા, હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાએ કરી હતી.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા કારચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી ત્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક વસુંધરા હોટલની પાછળ આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા ઝરીનાબેન સુદીકભાઇ નોવર (૫૫), નૂરજહાબેન ઉમરભાઈ કટિયા (૫૫) અને હાસમ મોહમ્મદ કટિયા (૫) નામના ત્રણ લોકોને નાનીમોટી ઈજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપરની એમ.ડી.ઓ. સીરામીક નામની ફેક્ટરીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જેમલભાઈ રાયસંગભાઈ પિંડોર નામના ૧૭ વર્ષીય મજૂર યુવાનને ઝેરી સાપ કરડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News