મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે


SHARE









મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે

મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ૩૧ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવશે.

આ તકે મંત્રી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ સરસ્વતી શિશુમંદિર-મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખશ્રી ડૉ. બાબુભાઈ અઘારા અને  શાળાના સંચાલકશ્રીઓ, વ્યવસ્થાપકશ્રી તેમજ સ્ટાગણ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા રવિવારે મોરબીમાં

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, પંચાસર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઇના બે દિવસના મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઈ-૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે મોરબી શીશુમંદિર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં તેમજ સવારે ૧૦:૩૦ કલાકે વાંકાનેર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૦૪:૦૦ કલાકે શ્રી ઉમીયા ક્લાસ ફોરમ દ્વારા આયોજીત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આગામી તા.૧/૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રખાયેલ રાખી મેળોનું લોકાર્પણ કાર્યક્રમ તથા સવારે ૧૦:૩૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટ્રેકટર, ટ્રોલી અને જેટીંગ મશીન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૦૦ કલાકે જુના ઘાંટીલા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે.




Latest News