વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાને આગામી ચુંટણીમાં મેદાનમાં આવવા બ્રહ્મસમાજના આગેવાનોનું આહ્વાન 


SHARE









મોરબીના માજી ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાને આગામી ચુંટણીમાં મેદાનમાં આવવા બ્રહ્મસમાજના આગેવાનોનું આહ્વાન 

મોરબી પરશુરામ ધામ ખાતે  સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમેતે ૨૧ કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી માળિયાના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમના પરિવાર સાથે ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ હોમાત્મક લઘુરુદ્રના આચાર્ય પદે બાલકૃષ્ણભાઈ ભટ્ટ (ધોલેરા વાળા) બિરાજમાન થયેલ હતા અને આ કાર્યક્રમને સફળ બનાવા માટે  સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નિલાબેન પંડિત, મહામંત્રી શીતલબેન દવે, ચેતનાબેન, જયશ્રીબેન, હિનાબેન, ભાવનાબેન, પ્રવિણાબેન, નિશાબેન, જિલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર, પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ટ્રસ્ટી અનિલભાઈ મેહતા, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મસમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુરુદ્રનું બીડું સાંજે ૫ કલાકે હોમવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા માજી ધારાસભ્ય કાંતિભાઈને મેદાનમાં આવવા માટે આહ્વાન કર્યું હતું

લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક
 
લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક દ્વારા પુષ્ય નક્ષત્ર દરમ્યાન વિનામૂલ્યે સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમા આશરે ૬૫૦ જેટલા બાળકોને તેમજ ૧૫ જેટલી ગર્ભવતી મહિલાઓને ટીપા પીવડાવવામાં આવ્યા હતા.કેમ્પ ચંદ્રેશનગરમા ઓમ ક્લિનિકલ ખાતે તથા ઉમા ક્લિનિક ખાતે યોજવામાં આવ્યો હતો.જેના ઉદ્ઘાટનમાં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ કાવર, ખજાનચી ટી.સી.ફૂલતરીયા, મહાદેવભાઈ ચિખલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.લિયો ક્લબ ઑફ મોરબી સિટી સ્પાર્કના પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા, સેક્રેટરી ડો.ખ્યાતિ ભીમાણી, વાઈસ પ્રેસિડન્ટ ભાવિશા સરડવા તથા બંસી રૂપાલા તેમજ પ્રોજેકટ ચેરમેન ઉમંગ ભીમાણી તથા લિયો ક્લબ ઓફ મોરબી સિટીના તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી.



Latest News