વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !


SHARE









વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને અપક્ષ પાલિકાને સુપર સિડ કરવામાં આવતા આજે ભાજપના હોદેદારો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારયો હતો

મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની જે વરણી કરવામાં આવી ત્યારથી જ આ નગરપાલિકા વિવાદનું ઘર બની ગઇ હોય તેમ વારંવાર કોઈને કોઈ કારણોસર વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનતી હતી દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતોને લઈને કારણે દર્શક નોટિસો આપવામાં આવી હતી અને આ પાલિકાને ગમે ત્યારે સરકાર સુપર સીડ કરશે તેવા એંધાણો દેખાઈ રહ્યા હતા તેવામાં સરકારે શનિવારે મોડી સાંજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો આદેશ કર્યો હતો હતો જેથી કરીને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તાત્કાલિક અસરથી વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરને સીલ કરી હતી અને રેકોર્ડ બુક તથા ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ભાજપના રાજભા ઝાલા સહિતના આગેવાનો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરીને સરકારના આ નિર્ણયને એકમેકના મોઢા મીઠા કરવાનીને આવકારવામાં આવ્યો હતો અને પાલિકામાં અપક્ષની બોડીનું કુશાસન  સરકારના ધ્યાન ઉપર આવતા  સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી




Latest News