મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સાડા પાંચ, હળવદમાં એક અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ: નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા


SHARE









મોરબીમાં સાડા પાંચ, હળવદમાં એક અને ટંકારામાં અડધો ઇંચ વરસાદનીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

 મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો જો કે, ગઇકાલે ફરી પછી મેઘરાજાએ એન્ટ્રી મારી અને સાંજના પાંચેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મહેન્દ્રપરા વિસ્તારમાં ગરતના પાણી અને વરસાદના પાણી લોકોના ઘર અને દુકાન સુધી આવી ગયા છે જેથી કરીને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે

મોરબીમાં ચાલુ વર્ષો ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન લોકો અને ખાસ કરીને ધરતી પુત્રો પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા દરમિયાન ગઇકાલે સાંજથી વરસાદી માહોલ મોરબી જિલ્લામાં હતો અને પાંચ પૈકીના ત્રણ તાલુકામાં વરસાદ પડ્યો છે જેથી કરીને અડધાથી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખૂબ સારો હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા વરસી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે ઘણા જિલ્લાઓની અંદર મેઘમહેર ગઇકાલ સાંજથી શરૂ થયેલ છે અને મોરબી શહેર અને તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી કરીને શનાળા રોડ, મહેન્દ્રપરા, અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી રોડ ઉપર ભરાઈ ગયા છે

જેમાં ખાસ કરીને મહેન્દ્રપરામાં ગટરના પાણીનો નિકાલ બંધ હોવાથી ગટરના પાણી તો ભરેલા હતા જ તેવામાં તેના ઉપર વરસાદી પાણી પડવાથી હાલમાં લોકો પોતાના ઘર કે દુકાનમા ન રહી શકે તેવુ થઈ ગયું છે જો સરકારી ચોપડે નોંધાયેલ વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો મોરબીમાં ૧૩૫ એમએમ, હળવદમાં ૨૬ એમએમ, ટંકારામાં ૧૪ એમએમ, માળીયામાં ૮ એમએમ અને વાંકાનેરમાં ૮ એમએમ વરસાદ છેલ્લી ૨૪ કલાકમાં નોંધાયો છે 






Latest News