મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઉટબેટ સમપર ગામે પ્રેમ સંબંધમાં દીકરી અને તેના પ્રેમીને મદદ કરતો હોવાનો વહેમ રાખીને યુવાનને માર માર્યો


SHARE









મોરબીના ઉટબેટ સમપર ગામે પ્રેમ સંબંધમાં દીકરી અને તેના પ્રેમીને મદદ કરતો હોવાનો વહેમ રાખીને યુવાનને માર માર્યો

મોરબી તાલુકાના ઉટબેટ સમપર ગામની સીમમાં દીકરીના પ્રેમ સંબંધમાં મદદ કરતો હોવાનો વહેમ રાખીને દીકરીના પિતા સહિત બે શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રામપર પાડાબેકર ગામે રહેતા હકાભાઇ મચ્છાભાઈ સોલંકી (ઉંમર ૨૫) ઉટબેટ સમપર ગામની સીમામાં દરિયા કાંઠે હતા ત્યારે મામદભાઈ અબ્દુલભાઈ જત અને આદમભાઈ મીઠુભાઈ જત દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હોય હકાભાઇ સોલંકીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હકાભાઇ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મામદભાઈ અબ્દુલભાઈ જતની દીકરીને હાજી સત્તારભાઈ ફકીરાણી રહે. કોઠારીયા વાળા સાથે પ્રેમ સંબંધ હોય પ્રેમ સંબંધમાં ફરિયાદી હકાભાઇ બંનેને મદદ કરતા હોવાનો વહેમ રાખીને તેને લાકડી વડે માર માર્યો હતો અને ગાળો આપી હતી જેથી કરીને હકાભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ નજીક આવેલ કમાન્ડર સેરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિનોદસિંહ કુસુમસિંહ રાજપુત નામના ૪૦ વર્ષના યુવાનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતો અને મૂળ દાહોદનો વતની દિલીપભાઈ અબાગભાઈ માવી નામનો ૨૨ વર્ષીય યુવાન ખેતરમાં કામ કરતો હતો તે દરમિયાન તેને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતા કેશવજીભાઈ મગનભાઈ કોળી નામના ૫૩ વર્ષના આધેડ બાઇકમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા મનસુખભાઈ પરસોતમભાઈ ધરોડીયા નામના ૫૨ વર્ષીય આધેડ સાયકલ લઈને ઘરેથી નીકળ્યા હતા અને લાતીપ્લોટ તરફ જતા હતા ત્યારે લાતી પ્લોટ શેરી નંબર ૭ નજીક તેઓને સાયકલ સહિત ખૂંટીયાએ હડફેટે લેતા ઇજાઓ થવાથી મનસુખભાઈ ધરોડીયાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.




Latest News