મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સિદ્ધિવિનાયક કા રાજા


SHARE









મોરબીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સિદ્ધિવિનાયક કા રાજા

સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ "શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ" સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો ૩૧મીથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

૨૦૦૯ થી મોરબીમાં શ્રી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા, ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ૫૦ જેટલા સભ્યો દ્વારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હવે ૧૪માં વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ પાસે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને મુંબઈમાં લાલબાગના મૂર્તિકારો દ્વારા ગણેશજીની વિશાળ મુર્તિ બનાવવામાં આવી છે.

સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાંથી વિઘ્નહર્તા સિદ્ધિવિનાયકે આપણને બહાર કાઢ્યા હોઈ, ત્યારે કોરોનાકાળ બાદ સરકારની મંજૂરી મળ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના સહકારથી ૨૦૨૨માં ગણપતિ મહારાજના ભવ્ય પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષની દાદાની ભવ્ય મૂર્તિ ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત દરરોજ સાંજે ૭:૩૦ કલાકે દાદાની ભવ્ય આરતીનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે દાદાની દ્વિતીય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ દાદાની આરતીનો લાભ લઈ શકશે જેથી કરીને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા લોકોને દાદાના દર્શન અને પૂજન અર્ચનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News