મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









ટંકારાના હરીપરપાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના હરીપર ગામ પાસે પુલિયા નજીક બાઇક લઈને પસાર થતાં યુવાનનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હજનાળી ગામે રહેતા ચિરાગભાઈ અનિલભાઈ ઓરીયા જાતે તરગાળા (૨૯) ગત તા. ૧૬/૮ ના સાંજના સાતેક વાગ્યાના સુમારે ટંકારાથી ગોંડલ તરફ મસીના ઘરે જન્માષ્ટમી ઉપર જતો હતો ત્યારે ટંકારાના હરીપર ગામ પાસે બાઈક નં જીજે ૩ એફએમ ૪૮૫૬ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ચિરાગભાઈ ઓરિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં મૃતક યુવાનના ભાઈ જીગરભાઈ અનિલભાઈ ઓરીયા (૨૬) રહે, હજનાળી વાળાની ફરિયાદ લઈને ટંકારા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
 
મોરબીના સામાકાંઠે આવેલી માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતો સુનિલ મોહનભાઈ સોલંકી નામનો યુવાન નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં વિજયનગર વિસ્તારમાં રહેતા આશાબેન અમૃતભાઈ સોલંકી નામની ૪૦ વર્ષની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
 
મહિલા સારવારમાં
 
મોરબીના આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટર પાસે આવેલ બિલ્ડીંગમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં લક્ષ્મીબેન અર્જુનભાઈ રાવળ નામની ૨૨ વર્ષની મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીકના પ્રેમજીનગરમાં રહેતા મનીષ કિશોરભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.



Latest News