મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોએ રોષ સાથે લગાવેલ હોર્ડિંગ બોર્ડ તોડી પાડવાથી ભાજપની ખરડાયેલ છબી સુધરશે નહીંઃ કે.ડી પડસુંબિયા


SHARE





મોરબીની અવની ચોકડી પાસે નજીવા વરસાદમાં પણ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ જતા હોય છે અને ઘણા દિવસો સુધી આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેથી લોકોને હલકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાં છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ પણ ધીમીગતિએ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને તેમના દ્વારા મચ્છુ કેનાલ પાસે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોર્ડિંગ બોર્ડ મૂકવામાં આવ્યું હતું જેને આજે કેટલાક ભાજપના આગેવાનો દ્વારા કેમ તોડી નાખવામાં આવ્યું તેવો અણિદાર સવાલ મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ  કે.ડી. પડસુંબીયાએ કર્યો છે

મોરબીની અવની ચોકડી પાસે ચોતરફ બાંધકામો ખડકાઈ ગયા હોવાથી વરસાદી પાણીના જે કુદરતી નિકાલ હતા તે મોટાભાગના બંધ થઈ ગયા છે જેથી કરીને મોરબીમાં નજીવો વરસાદ પડે તો પણ અવની ચોકડી પાસે રસ્તા ઉપર તળાવની જેમ વરસાદી પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેથી કરીને શાળા કોલેજે આવતા જતા વિદ્યાર્થીઓ સહિતના લોકોને આ પાણીની વચ્ચેથી જ અવરજવર કરવી પડે તેવો ઘાટ સર્જાય છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા અગાઉ આ મુદ્દે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સુધી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને છેલ્લે પડેલા વરસાદના કારણે પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને ઘણા દિવસો સુધી લોકોને વરસાદી પાણીમાંથી જ અવરજવર કરવી પડી હતી

જેથી કરીને રોષે ભરાયેલા લોકો દ્વારા વરસાદી પાણીનો નિકાલ તેમજ ગોકળગતીએ કરવામાં આવતી રોડની કામગીરી જો આગામી એક મહિનામાં પુરી કરવામાં આવે તો જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મત માગવા માટે આવવું તેવું હોર્ડિંગ બોર્ડ મૂકવામાં આવ્યું હતું જોકે આ બોર્ડની અંદર કોઈ એક પાર્ટીને સંબોધન કે કોઈ પાર્ટીના નામ જોગ બોર્ડ મુકવામાં આવ્યું ન હતું તેમ છતાં પણ ભાજપના આગેવાનો દ્વારા આજે આ બોર્ડને તોડી પાડવામાં આવ્યું છે જેથી મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયાએ જણાવ્યું છે કે હોર્ડિગ બોર્ડ તોડવાથી લોકોના હૃદયમાં ખરડાઈ ગયેલ ભાજપની છબી સુધરશે નહીં તે નિશ્ચિત વાત છે આજની તારીખે મોરબીમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવતી અને પ્રાથમિક સુવિધાને લગતા કામો પણ થતા નથી




Latest News