વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE









મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા લઈને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચંદ્રકિશોરભાઈ બાવલાભાઈ સોલંકી (૫૮) તેના પત્નીને એકટીવામાં પાછળના ભાગે બેસાડીને ગત તા. ૨૦/૮ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાને પાછળથી કોઈ અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે ચંદ્રકિશોરભાઈ સોલંકી તથા તેની પત્નીને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં મૃતક ચંદ્રકિશોરભાઈના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ પોતાના વેવાઈના ઘરે મોરબી આવ્યા હતા અને ત્યાંથી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને વધુ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે

દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એમટ્રીન કંપનીમાં રહેતા રોશનભાઈ હાફિઝમોહમ્મદ (ઉંમર ૧૮) બીમારી સબબ વધુ પડતી દવા પી જતા તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News