વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે


SHARE









મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે

મોરબીના સર્કિટ હાઉસ ખાતે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ કાલે સવારે મોરબીના સરિકીટ હાઉસ ખાતે યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના અધ્યક્ષ એડ. દીપક પરમારે જણાવ્યુ છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તથા એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લીલોઠિયાની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમદાવાદ મુકામે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મુજબ જે વિધાનસભા મતવિસ્તારોમાં દલિતોની વસ્તી વ્યાપક પ્રમાણમાં હોય તે વિધાનસભા બેઠકમાં દલિતોના મતદારો નિર્ણાયક છે. જેને ધ્યાને રાખીને દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને અનુલક્ષીને મોરબી શહેર ખાતે પણ દલિત અધિકાર સત્યાગ્રહનું એક અગત્યની મિટિંગનું આયોજન કરેલ છે. જેમાં એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગનાનાં રાષ્ટ્રીય કોડીનેટર અને ગુજરાત પ્રભારી અનુસુચિત જાતિ વિભાગ રવિન્દ્ર દલવી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનુસુચિત જાતિ વિભાગ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા તેમજ મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ જે પટેલ, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને વાંકાનેરનાં ધારાસભ્ય પીરઝાદા ઉપસ્થિત રહેશે જેથી કરીને કાલે તા ૨/૯ ના રોજ સર્કિટ હાઉસના કોન્ફરન્સ હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મોરબી શહેર, જીલ્લા અને તાલુકાનાં તમામ હોદેદારો તથા સામાજિક આગેવાનો કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે




Latest News