મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લોકોની રજુઆત


SHARE









મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લોકોની રજુઆત

મોરબીના ગ્રીનચોક વિસ્તારોમાં ગેરકાયદે મકાન અને પ્લોટ પચાવી પાડતા હોવાની કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે અને આ વિસ્તારોમાં અશાંત વિસ્તારમાં તંત્રની મંજૂરી વગર કોઇપણ મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તેવો હુકમ કરવા માટે માંગ કરવામાં આવી છે

મોરબીમાં ગ્રીનચોક, સોની બજાર, દરબારગઢ સહિતના વિસ્તારમાં તેમજ મધુર ચોકથી ખોડિયાર મંદિર સુધી, હનુમાનજીના મંદિર પાસેથી ગરબી ચોક સુધી, દરબાર ગઢ, મહેન્દ્રડ્રાઈવ રોડ, અશોકાલય પાસે સહિતના વિસ્તારોમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ મોરબી સ્ટેટ (રજવાડા)ના સમયગાળાથી થયેલ છે. અને જૂના સમયમાં આ વિસ્તારમાં રહેતા લોકો મોરબીના ગૌરવસભર ઈતિહાસમાં મહત્વપૂર્ણ ફાળો છે અને હાલમાં તેઓના વારસદારોના ઘણાખરા પરિવારો આ વિસ્તારમાં છે. પરંતુ વિધર્મી લોકો આ વિસ્તારમાં અયોગ્ય રીતે મકાનોની ખરીદી કરી રહ્યા છે ત્યારે વિધર્મીઓના મકાન ખરીદવાથી વર્ષોથી અહીં રહેતા સમુદાયની વ્યક્તિઓની જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તેમ છે જેથી સ્થાનિકોએ આ વિસ્તારમાં અશાંત વિસ્તાર જાહેર કરી તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન થાય તે માટે હુકમ કરવાની માંગ સાથે કલેકટરને સ્થાનિક લોકોએ માંગ કરી છે




Latest News