મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત


SHARE









માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત

માળીયા (મી.) તાલુકામાં ભારે વરસાદ ચાલુ વર્ષ પડ્યો હોવાથી આ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી જ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને વધુ એક લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયદિપભાઈ સંઘાણીએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માળીયા (મી.) તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને નુકસાની ભોગવી ન પડે તે માટે માળીયા (મી.) તાલુકાના ઘણા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકાર તરફથી મળવા પાત્ર થતી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે




Latest News