મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજના બીબીએના વિધાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના એકમોની લીધી મુલાકાત


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજના બીબીએના વિધાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના એકમોની લીધી મુલાકાત

વિધાર્થીઓને પ્રેક્ટીકલ શિક્ષણ થકી પુસ્તકના જ્ઞાન સાથે સાથે વ્યવસાયિક અનુભવો પણ મળે તેવા હેતુથી મોરબીની પી.જી.પટેલ કોલેજના બીબીએના વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે કચ્છ ના મુન્દ્રા ખાતે આવેલ અદાણી ગ્રુપના વિવિધ એકમોની મુલાકાતનંઓ આયોજન કરવામાં આવ્યું હતું.તા ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર ના રોજ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના વિવિધ એકમો જેવા કે અદાણી પાવર, અદાણી પોર્ટ , અદાણી વિલ્માર વગેરે જેવા સુવિખ્યાત ઓદ્યોગિક એકમોની મુલાકાત લઈને સમગ્ર કામગીરી થી વિધાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ એકમોની મુલાકાત દરમિયાન વિધાર્થીઓને કંપનીના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટ ના પાઠ  શીખવવામાં આવ્યા હતા અને આ વિધાર્થીઓ ભવિષ્યના એક સફળ મેનેજર કેમ બની શકે  એ અંગે અર્થસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર મુલાકાત દરમિયાન પી.જી. પટેલ કોલેજના પ્રાધ્યાપકો વિપુલ ગોસ્વામી અને હાર્દી દવે વિધાર્થીઓ સાથે જોડાયા હતા.




Latest News