મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી મેડિકલ કોલેજ હવે ૫૦૦ કરોડના ખર્ચે ૭૫ વીઘા જમીન ઉપર આકાર લેશે: બ્રિજેશભાઈ મેરજા


SHARE









મોરબીની સરકારી મેડિકલ કોલેજ હવે ૫૦૦ કરોડના ખર્ચે ૭૫ વીઘા જમીન ઉપર આકાર લેશે: બ્રિજેશભાઈ મેરજા

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેની માહિતી મંત્રીએ અધિકારી પાસેથી મેળવી હતી અને ત્યાર બાદ મંત્રીએ કહ્યું હતું કે, વધુ ૨૫ વીઘા જમીન ફાળવવામાં આવી છે જેથી કરીને ૭૫ વીઘા જમીનમાં ૫૦૦ કરોડના ખર્ચે મોરબીની સરકારી મેડિકલ કોલેજ આકાર લેવાની છે

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો),ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મેડીકલ કોલેજ આ વર્ષે ૧૦૦ સીટ સાથે ચાલુ કરી શકાય તે માટે જિલ્લા વહીવટતંત્ર દ્વારા કરેલી કામગીરીની સરાહના કરી હતી. વધુમાં મેડીકલ કોલેજ સંદર્ભે ઇન્ફાસ્ટ્રક્ચર, વ્યવસ્થાઓ, હોસ્ટેલ, પ્રોફેસરના રહેણાંક વગેરે બાબતોની સમીક્ષા કરી હતી. ઉપરાંત મેડિકલ કોલેજનો સંપૂર્ણ પ્લાન પણ આ તકે મંત્રીએ નિહાળ્યો હતો. અને આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ બાબતે મંત્રીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી, ડિલિવરી વગેરે હેઠળ ગત માસે તેમજ એવરેજ દર્દીઓની વિગતો અંગે પણ મંત્રીએ ચર્ચા વિચારણા કરી હતી. ત્યાર બાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે પહેલા મોરબીની સરકારી મેડિકલ કોલેજ ૫૦ વીઘા જમીનમાં બનવાની હતી જો કે, વધુ ૨૫ વીઘા જમીન આપવામાં આવી છે જેથી કરીને આગમી દિવસોમાં મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ ૭૫ વીઘા જમીન ઉપર ૫૦૦ કરોડના ખર્ચે બનશે




Latest News