મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી ! મોરબીના ઘાંટીલા ગામે સીમમાં ડીઝલ ચોરી કરતા ચાર પૈકી એક પકડાયો, ત્રણ ફરાર મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિનગર પાસેથી ૩૨ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











મોરબીમાં કાંતિનગર પાસેથી ૩૨ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ વસુંધરા હોટલની બાજુમાં કાંતિનગરના ઢાળિયા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૨૦૨૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં માળિયા ફાટક ચોકડીથી આગળના ભાગમાં આવેલ કાંતિનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૨૦૨૦ રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો હતો અને દેવીસિંગ નારણસિંગ રાવત જાતે રાજપૂત (ઉંમર ૪૩) રહે, પલડી ધાન મંડી, તાડગંજ, અજમેર, રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

દેશીદારૂની ભટ્ઠી

મોરબીના વીસીપરા વિસ્તારમાં સંઘવી જીન પાસે ઈકબાલભાઈ માણેકના મકાનમાં ભાડેથી રહેતા ઝરીનાબેન મહમદઈકબાલભાઈ મોવર જાતે મિયાણા (૩૫)ના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને પોલીસે ૨૦  લિટર દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦ લીટર આથો અને ગેસનો બાટલો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને કુલ ૨૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

વાંકાનેરમાં મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ અરુણદય સોસાયટીમાં પોતાના સગાના ઘરે ગોંડલથી આવેલ મનીષભાઈ વશરામભાઈ મકવાણા (૪૮) કુદરતી રીતે મૃત્યુ પામતા તેઓના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News