મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની કાલે વાર્ષિક સાધારણ સભા યોજાશે


SHARE









મોરબી જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની કાલે વાર્ષિક સાધારણ સભા યોજાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની કાલે તા. ૪ સપ્ટેબરને રવિવારના રોજ વાર્ષિક સાધારણ સભા રાખવામા આવી છે જેમાં આરડીસી બેંકના  ચેરમેન તેમજ રાજયના પંચાયત મંત્રી સહિતના આગેવાનો હાજર રહેવાના છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં કાલે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ તરીકે આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, આરડીસી બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, આરડીસી બેંકના ડીરેક્ટર અમૃતલાલ વિડજા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, આરડીસી બેંકના ડીરેક્ટર ધનજીભાઈ કુંડારિયા મોરબી જમીન વિકાસ બેંકના  ચેરમેન પ્રભુભાઈ પનારા સહિતના હાજર રહેવા છે અને આ કાર્યક્રમ યાર્ડમાં સવારે ૧૦ કલાકે યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા મહિલા  સહકારી દૂધ ઉત્પાદન સંઘ, મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, મોરબી માળીયા પ્રોસેસિંગ કો-ઓપ. સોસાયટી, મોરબી વિભાગ સેવા સહકારી મંડળી, ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી અને મોરબી માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ શરાફી સહકારી મંડળી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે




Latest News