મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્રારા કાલે સંગીત પ્રોગ્રામ યોજાશે


SHARE









મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્રારા કાલે સંગીત પ્રોગ્રામ યોજાશે

મોરબી ખાતે કાર્યરત સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વખતોવખત પોતાના સભ્યો માટે અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તેમ કરીને પાનખરમાં પણ વસંત લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે જે અંતર્ગત તેઓ દ્વારા આવતી કાલ તા.૪-૯ ને રવિવારના રોજ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં હાજર રહેવા સભ્યોને જાહેર અપીલ કરવામાં આવેલ છે.સીનીયર સીટીઝન કાઉન્સીલ મોરબી તરફથી જુના તથા નવા ફિલ્મી સંગીતનો સ્વરાંજન કલબ તરફથી તા.૪-૯ ને રવિવારના રોજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તો સીનીયર સીટીઝન કાઉન્સીલના તમામ સભ્યોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૪ ના સાંજે ૫ થી ૮ ધનવન્તરી ભવન કાચાજી પ્લોટ મોરબી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.કાર્યક્રમ બાદ ભોજન સમારોહ રાખેલ છે.કાર્યક્રમની સરળતા માટે સભ્યની હાજરીની વ્યવસ્થા માટે સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩) અથવા મંત્રી મહેશભાઈ ભટ્ટ (મો.૯૯૦૯૦૮૧૮૧૧) તેમજ ૯૭૨૭૪ ૦૩૯૯૨ નંબર ઉપર  સંપર્ક કરવા જણાવ્યુ છે

રવાપર નદી રામા મંડળ
મોરબીના ભક્તિનગર (રવપર નદી) ગામે આવતી કાલે તા ૪ ના રોજ કનેસરા ધામ (જસદણ)ના રામા મંડળનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જે માટે આયોજક જગદીશભાઇ દેવજીભાઇ હસલપરા અને રમેશભાઈ દેવજીભાઇ હસલપરા જહેમત ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમનો લાભ લેવા માટે તેઓએ લોકોને અનુરોધ કરેલ છે




Latest News